News of Friday, 6th September 2024
બે કાર અને એક ઓટો વચ્ચે થઇ ધડાકાભેર ટક્કરઃ એક જ પરિવારના ૫ લોકો મોતને ભેટયાં
ઉત્તરપ્રદેશમાં ગમખ્વાર અકસ્માત

બારાબંકી,તા. ૬: ઉત્તરપ્રદેશના બારાબંકી જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. અહીં બે કાર અને ઓટો વચ્ચેની અથડામણમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા છે, જયારે આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ત્રણ લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
ગુરુવારે મોડી રાત્રે લખનૌ-મહમુદાબાદ રોડ પર બદ્દુપુર વિસ્તારના ઇનૈતાપુર ગામ પાસે બે કાર અને ઓટો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં એક કાર રોડની બાજુમાં આવેલા તળાવમાં ખાબકી હતી. આ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા છે, જયારે ત્રણની હાલત ગંભીર છે. મોડી રાત સુધી રાહત અને બચાવ કાર્ય ચાલુ હતું. ડીએમ અને એસપી પણ ઘટનાસ્થળે હાજર હતા.
મળતી માહિતી મુજબ ફતેહપુરથી લખનૌ તરફ જઈ રહેલી એક ઝડપી કારે પહેલા એક ઓટોને ટક્કર મારી હતી. જે બાદ તે સામેથી આવતી અન્ય કાર સાથે અથડાઈ હતી અને તળાવમાં ગઈ હતી. આ અકસ્માતમાં ઓટોમાં સવાર તમામ ૮ લોકો રોડ પર પડી ગયા હતા અને ઘાયલ થયા હતા.
આ અકસ્માતમાં જીવ ગુમાવનારા પાંચ લોકોની ઓળખ એહતેશામના પુત્ર ઈરફાન, સ્વર્ગસ્થ અનવર અલીની પત્ની વહિદુન નિશા, મોહરમ અલીનો પુત્ર અઝીઝ અહેમદ, ઝાકિર અલીની પુત્રી તાહિરા બાનો અને તારિક કાઝમીની પત્ની સબરીન તરીકે થઈ છે. તમામ બારાબંકી જિલ્લાના કુર્સી વિસ્તારના ઉમરા ગામના એક જ પરિવારના રહેવાસી છે. આ સિવાય ઓટોમાં મુસાફરી કરી રહેલા લોકો કોઈ સંબંધીના મોતનો શોક મનાવવા જઈ રહ્યા હતા. ઓટો સવાર શાયરા બાનો પત્ની અઝીઝ અહેમદ, એક છોકરી અક્સા પુત્રી સારીક, વરુણા કાર ચાલક ખુર્દ ગામની નંદના વિવેક ઘાયલ થયા છે.
(9:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
