News of Sunday, 1st September 2024
રાત્રે ડ્યુટી કરનારા ૩૫ ટકા ડોક્ટર અસુરક્ષિતઃ IMA ના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
રાત્રે ડ્યુટી કરનારા ૩૫.૫ ટકા ડોક્ટર અસુરક્ષિત અનુભવે છે, જેમાં મહિલા ડોક્ટરોની સંખ્યા વધુ છે

કોલકાતા, તા.૧,
કોલકાતામાં ટ્રેઇની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યા અંગે લોકોમાં રોષની લાગણી હજી સુધી શાંત પડી નથી. આ વચ્ચે આઇએમએ દ્વારા ડોક્ટરોની સુરક્ષા અંગે કરવામાં આવેલા નવા સર્વેમાં ચિંતાજનક માહિતી સામે આવી છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના અભ્યાસમાં રાત્રે ડ્યુટી કરનારા ૩૫.૫ ટકા ડોક્ટર 'અસુરક્ષિત' અથવા 'અતિ અસુરક્ષિત' અનુભવે છે. જેમાં મહિલા ડોક્ટરોની સંખ્યા વધુ છે.
આઇએમએના આ ઓનલાઇન સર્વેમાં ૨૨ રાજ્યોના ૩૮૮૫ ડોક્ટર જોડાયા હતા, જેમાં ૬૩ ટકા મહિલા ડોક્ટર હતી. સર્વેમાં કેટલાક ડોક્ટરોએ જણાવ્યું કે તેઓ સુરક્ષા માટે તેમની પાસે ચપ્પુ કે પેપર સ્પ્રે રાખતા હોય છે. સર્વેમાં જોડાયેલા ૮૫ ટકા યુવાન ડોક્ટરોમાં વધુ ભય જોવા મળ્યો હતો. ૨૦થી ૩૦ વર્ષના ડોક્ટરોમાં અસુરક્ષાની ભાવના વધુ જોવા મળી હતી.
સર્વેમાં ૪૫ ટકા ડોક્ટરોએ જણાવ્યું કે તેમના કાર્ય સ્થળો પર નાઇટ ડ્યુટી માટે અલગ રૂમની સુવિધા નથી. આ ઉપરાંત દર ત્રણમાંથી એક ડ્યુટી રૂમમાં શૌચાલયની સુવિધા પણ નથી છે. પ્રાઇવેસી પણ હોતી નથી. ૫૩ ટકા ડ્યુટી રૂમ વોર્ડ અથવા ઇમરજન્સી વોર્ડથી ૧૦૦થી ૧૦૦૦ મીટર સુધી દુર હોય છે. સર્વેમાં જે ડોક્ટરોની વય ૩૫ વર્ષથી ઓછી હતી, તેમાંથી ૬૧ ટકા ટ્રેઇની અથવા પીજી ટ્રેઇની હતા. જેમાં ૨૪.૧ ટકા ડોક્ટરોએ જણાવ્યું કે તેઓ ફરજ દરમિયાન પોતાની જાતને 'અસુરક્ષિત' અને ૧૧.૪ ટકા ડોક્ટર પોતાની જાતને 'અતિ અસુરક્ષિત' અનુભવે છે.
સર્વેક્ષણમાં આ વાત પણ સામે આવી કે ઘણા ક્ષેત્રોમાં ડ્યુટી રૂમની પણ અછત છે અને જેમને ડ્યુટી રૂમની સુવિધા ઉપલબ્ધ છે ત્યાં પ્રાઇવેસીની અછત હતી અને ઘણાં રૂમમાં તાળા પણ નહોતા. આ ઉપરાંત દર ત્રણમાંથી એક ડ્યુટી રૂમમાં શૌચાલયની સુવિધાનો પણ અભાવ હતો. આ કારણસર, ઘણાં ડોક્ટર મોટાભાગે વૈકલ્પિક આરામ ગૃહમાં રૂમ બૂક કરાવવા પડતા હતા.
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
