તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Saturday, 31st August 2024
એક તરફના જડબાથી જ ભોજન ચાવવાની આદત નુકસાનકારક
૬૦ ટકાથી વધારે લોકોને દાંત-જડબાની ઉપયોગિતા અંગે ખબર નથીઃ પુરૂષો કરતા મહિલાઓને વધારે પરેશાની

ભોપાલ,તા. ૩૧: સામાન્ય રીતે પેઢા, જડબા, ચહેરા અને કાનની પાછળના દુખાવા પર લોકો ધ્યાન નથી આપતા. ચહેરા અને કાનની પાછળ થતા દુખાવાને ૬૦ ટકા લોકો દાંતનો દુખાવો સમજી લે છે. તેઓ એક તરફથી ભોજન ચાવતા હોય છે. આ આદત ચહેરો બગાડી શકે છે. લાંબા સમય સુધી આવી રીતે ભોજન કરવાથી ચુંબન જેવી સામાન્ય પ્રક્રિયામાં પણ ફેરફાર આવી શકે છે. પાચનક્રિયાને પણ અસર થાય છે.
આવા કેસોમાં સ્ટ્રકચર સર્જરી, જડબા અને ખોપરીને જોડતા જોઇન્ટનું રીપ્લેસમેન્ટ જ આખરી વિકલ્પ છે. એમ્સ ભોપાલના મેક્સી લોફેશીયલ સર્જરી નિષ્ણાંત અને દાંતના ડોકટર બીએલ સોનીના રિસર્ચ આ વાતો સામે આવી છે. રિસર્ચ અનુસાર, કાનની પાછળ અથવા જડબામાં દુખાવો થવાનું મુખ્ય કારણ તણાવ, દાંત વાંકા ચુકા હોવા, ખોટી રીતે દાંતની સારવાર, દાંત પીસવાની આદત, બંને તરફથી જમવાનું ના ચાવવું વગેરે હોય શકે છે.
ટેમ્પોમેન્ડીબ્યુલર જોઇન્ટ (ટીએમજી)ની તકલીફ ૫ થી ૧૨ ટકા લોકોને હોય છે. એ પુરૂષોની સરખામણીમાં મહિલાઓમાં વધારે જોવા મળે છે. આ તકલીફ ૨૦ થી ૪૦ વર્ષની ઉંમર દરમ્યાન સામાન્ય છે. જોઇન્ટમાં દુખાવો ઓટો ફેશીયલ રોગનું બીજા નંબરનું મુખ્ય કારણ છે.
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
