News of Monday, 26th August 2024
દેશભરમાં જન્માષ્ટમીની દિવ્ય ઉજવણી : મંદિરોમાં ઉમટી ભક્તોની ભીડ:મથુરા-વૃંદાવનમાં ભવ્ય ઝાંખી : જુઓ વિડિઓ
મથુરામાં જન્મભૂમિ મંદિરમાં કાન્હાના જન્મ બાદ રાત્રીના 12 વાગે ભગવાનના પંચામૃત અભિષેક :ગુજરાતના દ્વારકાધીશ મંદિરના કપાટ રાત્રે 2.30 વાગ્યા સુધી ખુલ્લા રહેશે

#WATCH | Mathura, Uttar Pradesh: Morning aarti performed at the Shri Krishna Janmasthan temple on the occasion of Shri Krishna Janmashtami pic.twitter.com/4AgRTwVY29
— ANI (@ANI) August 26, 2024
#WATCH | Madhya Pradesh: Special Bhasm Aarti was performed at Ujjain's Mahakaleshwar Temple on the occasion of Shri Krishna Janmashtami pic.twitter.com/32PDOTfa5L
— ANI (@ANI) August 26, 2024
શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પ્રસંગે દેશભરમાં ઉજવણીની તૈયારી થઈ રહી છે. દિલ્હી- ઉત્તર પ્રદેશથી લઈ મથુરા, ગુજરાતના મંદિરોમાં ભક્તોની મોટી ભીડ ઉમટી રહી છે. દ્વાપર યુગમાં ભદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમીની રાત્રે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. શ્રી કૃષ્ણનો જન્મ રાત્રે થયો હતો અને માટે જન્માષ્ટમી રાત્રીના સમયે ઉજવવામાં આવે છે.
મથુરા-વૃંદાવન સહિત દેશભરના મુખ્ય કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે. મથુરામાં જન્મભૂમિ મંદિરમાં કાન્હાના જન્મ બાદ રાત્રીના 12 વાગે ભગવાનના પંચામૃત અભિષેક કરવામાં આવશે. જ્યારે ગુજરાતના દ્વારકાધીશ મંદિરના કપાટ રાત્રે 2.30 વાગ્યા સુધી ખુલ્લા રહેશે.
(9:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
