તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Sunday, 11th August 2024
હિંદુઓ પર હુમલાના વિરોધમાં હજારો લોકો ઢાકાના રસ્તા પર ઉતર્યા
હજારો લોકોએ શાહબાગ ચોક સુધી કૂચ કરી સુરક્ષાની માંગણી કરી: સંપત્તિને થયેલા નુકસાન માટે વળતરની પણ માંગ

બાંગ્લાદેશના ઢાકામાં જબરદસ્ત ગુસ્સો જોવા મળ્યો હતો. હિન્દુઓ મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. હજારો લોકોએ શાહબાગ ચોક સુધી કૂચ કરી સુરક્ષાની માંગણી કરી હતી. હિંદુઓએ તેમની સંપત્તિને થયેલા નુકસાન માટે વળતરની પણ માંગ કરી હતી. અમેરિકામાં પણ હિન્દુઓએ પ્રદર્શન કર્યું.હતું
બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ અને તેમના મંદિરો પર થયેલા હુમલા બાદ ઢાકામાં હિન્દુઓ મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. હિંદુઓ તેમની સુરક્ષાની માંગ કરતા બેનરો અને પોસ્ટરો લઈને બહાર આવ્યા હતા. હિંસા રોકવા માંગ કરી હતી. આ પ્રદર્શનમાં મહિલાઓ અને બાળકોએ પણ ભાગ લીધો હતો. હિંસાનો સામનો કરી રહેલા લઘુમતી હિન્દુઓ શું કહે છે તે જુઓ.
(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
