તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th August 2024
'અમને ભારત આવવા દયો ':બાંગ્લાદેશી હિંદુઓ દ્વારા પાણીમાં ઊભા રહીને BSFને આજીજી:જય શ્રી રામના નારા લગાવ્યા: જુઓ વિડિઓ
હજારો બાંગ્લાદેશી હિંદુઓ સીતાલકુચી, કૂચ બિહાર, બંગાળમાં સરહદ નજીક એકત્ર થયા :BSFને ભારતમાં પ્રવેશવાની તક આપવા વિનંતી કરી

Large number of people from other side gather at Bharat-Bangladesh border. Are stopped by BSF at Zero Point.
— BhikuMhatre (@MumbaichaDon) August 9, 2024
BSF has strict orders not to let anyone to cross borders. Yesterday BSF had to Fire in Air to throw back PeaceFOOLs from Zero Point.
Thank God,we don't have Indira Gandy… pic.twitter.com/aSAcc7xRsJ
નવી દિલ્હી. બાંગ્લાદેશમાં નવી સરકાર બની હોવા છતાં પણ ત્યાં હિંસા ચાલુ છે. પ્રદર્શનકારીઓ લઘુમતી સમુદાયને નિશાન બનાવી રહ્યા છે. બાંગ્લાદેશ (ભારતીય સરહદ પરના બાંગ્લાદેશીઓ)ના ઘણા હિંદુ પરિવારો તેમના ઘર છોડીને ભારત આવવા માંગે છે.
ભારત-બાંગ્લાદેશ સરહદ પર હજારો હિન્દુ સમુદાયના લોકો હાજર છે. બંગાળના કૂચ બિહારના સિતાલકુચીમાં લગભગ 1000 બાંગ્લાદેશીઓ જળાશયમાં ઊભા છે, તેઓને ભારતમાં પ્રવેશવા દેવા માટે BSFને વિનંતી કરી રહ્યા છે.
જો કે સીમા સુરક્ષાને લઈને બીએસએફ પણ સતર્ક છે. BSF અધિકારીઓએ જણાવ્યું કે ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા લોકોનું આ અત્યાર સુધીનું સૌથી મોટું જૂથ છે.
કૂચ બિહારના કાશિયાર બરુની વિસ્તારના પથાનતુલી ગામમાં સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહેલા લોકો એટલા હતાશ થઈ ગયા હતા કે તેઓ વાડની બહારના જળાશયમાં કલાકો સુધી રાહ જોતા હતા. કેટલાક લોકો 'જય શ્રી રામ' અને 'ભારત માતા કી જય'ના નારા લગાવી રહ્યા હતા
બીએસએફના જવાનોએ આ લોકોને સરહદના ઝીરો પોઈન્ટ (નો મેન્સ લેન્ડ)થી 150 યાર્ડની વાડ પાર કરતા અટકાવ્યા હતા. BSF સૈનિકો દ્વારા વારંવાર અપીલ કરવા છતાં, આ લોકો બાંગ્લાદેશના રંગપુર જિલ્લાના દોઈ ખાવા અને ગેન્દુગુરી ગામમાં તેમના ઘરે પાછા ફરવા તૈયાર ન હતા.
બીએસએફના એક રીલીઝમાં કહેવામાં આવ્યું છે કે, “બીએસએફ માટે આ ઊભરતો પડકાર નવો છે. છેલ્લા કેટલાક દિવસોથી બાંગ્લાદેશથી લોકો બંગાળના ઉત્તર 24 પરગણાના પેટ્રાપોલમાં આવી રહ્યા છે
અત્રે ઉલ્લેખનીય છે કે સરહદ પર નજર રાખવા માટે સરકારે એક સમિતિની રચના કરી છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સના ઈસ્ટર્ન કમાન્ડના એડીજીને કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ પહેલા બોર્ડર સિક્યોરિટી ફોર્સે બાંગ્લાદેશ બોર્ડર પર તકેદારી વધારી છે. તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશમાં હિંસાની ઘટનાઓએ ભારત સરકારની ચિંતા વધારી દીધી છે.
(12:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
