તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th August 2024
ધાર્મિક ઉત્સવના મેળામાં દેવતાઓ સાથે પોર્ન સ્ટારના ફોટાવાળું પોસ્ટર લગાવાતાં તામિલનાડુમાં હોબાળો
હોબાળો મચી ગયા બાદ પોલીસે તેને હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી

ચેન્નાઇ, તા.૧૦: તામિલનાડુના કાંચીપુરમ વિસ્તારમાં ધાર્મિક ઉત્સવ દરમિયાન પોસ્ટરને લઈને વિવાદ છંછેડાયો છે. તામિલનાડુના મંદિરોમાં ધાર્મિક ઉત્સવની ઉજવણી માટે ર્હોડિંગ્સ અને લાઇટ્સથી સજાવટ કરવામાં આવી હતી. જો કે અહીં દેવતાઓ સાથે પોર્ન સ્ટારના ફોટાવાળું પોસ્ટર લગાવાતાં હોબાળો મચી ગયો હતો.
રાજ્યના કુરુવિમલાઈના નાગથમ્મનઅને સેલીયમ્મનમંદિરોમાં ધાર્મિક ઉત્સવની ઉજવણીની સજાવટ માટે જે ર્હોડિંગ લગાવામાં આવ્યા હતા તેમાંથી એક ર્હોડિંગમાં પાર્વતી દેવી સાથે મિયા ખલીફાની તસવીર પણ લગાવવામાં આવી હતી. આ જોઈને લોકો ચોંકી ઉઠ્યા હતા. આયોજકોએ ર્હોડિંગ્સ પર આધાર કાર્ડ જેવા ફોર્મેટમાં આયોજકોના ફોટોગ્રાફ્સ પણ મૂકયા હતા. આ પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં હોબાળો મચી ગયો હતો.
જો કે આ તસવીર પર હોબાળો મચી ગયા બાદ પોલીસે તેને હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે આ ઉત્સવ પર તામિલનાડુના મંદિરોમાં દેવી અમ્માન(પાર્વતી)ની પૂજા કરવામાં આવે છે. દક્ષિણ ભારતમાં આદી પેરુક્કુની ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે આદી પેરુક્કુ ઉત્સવના પાંચ દિવસ અગાઉ વિવાદની આ મોટી દુર્ઘટના ટળી હતી. બીજી બાજુ, પાસલીકુડાઈમાં સુબ્રમણ્યમ સ્વામી મંદિરમાં આદી પેરુક્કુ ઉત્સવ દરમિયાન ૫૦ ફૂટ ઊંચું ફેરિસ વ્હીલ તૂટીને ડાબી તરફ નમ્યું હતું જેના કારણે લોકોમાં ભય ફેલાયો હતો.
(9:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
