News of Friday, 9th August 2024
કર્ણાટક : કોંગ્રેસે ચૂંટણીમાં ૫૯ વચનો આપ્યા હતા : એક વર્ષમાં માત્ર બે જ પૂરા થયા
NGO સિવિલ બેંગલુરૂ (સિટી વોલન્ટરી ઇનિથિયેટિવ ફોર સિટી) એ સિટીઝન રિપોર્ટ કાર્ડ નામનો સર્વે રિપોર્ટ બહાર પાડયો છે : રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસે ચૂંટણી દરમિયાન ૫૯ ચૂંટણી વચનો આપ્યા હતા

બેંગલુરૂ તા. ૯ : ૨૦૨૩ની કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે તેના લોકપ્રિય વચનોના આધારે બહુમતી મેળવી હતી. જો કે, એક NGO દ્વારા કરવામાં આવેલા સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે સરકારનું એક વર્ષ પૂર્ણ થવા સુધી માત્ર ત્રણ ટકા વચનો જ પૂરા થયા છે.
NGO સિવિક બેંગલુરૂ (સિટી વોલન્ટરી ઇનિશિયેટિવ ફોર સિટી) એ સિટીઝન રિપોર્ટ કાર્ડ નામનો સર્વે રિપોર્ટ બહાર પાડ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસે ચૂંટણી દરમિયાન ૫૯ ચૂંટણી વચનો આપ્યા હતા.
રિપોર્ટ અનુસાર કોંગ્રેસે રોજગાર, ઉદ્યોગ, પર્યાવરણ, શિક્ષણ, સ્વાસ્થ્ય અને બેંગલુરૂ સંબંધિત ૫૯ વચનો આપ્યા હતા. નાગરિક ટીમના જણાવ્યા અનુસાર, આમાંથી માત્ર બે વચનો પૂરા થયા હતા. જેમાં ૧૦ વચનો છે જેને પૂરા કરવા માટે કામ ચાલી રહ્યું છે. એટલે કે ચૂંટણીના ૧૭ ટકા વચનો પર કામ ચાલી રહ્યું છે. હજુ સુધી ૪૨ વચનો પર કામ શરૂ થયું નથી. તેનો અર્થ એ છે કે સરકાર તેના ૭૧ ટકા વચનો પર જનતાને કશું જ આપી શકી નથી.
કોંગ્રેસની ત્રણ ગેરંટી યોજનાઓમાંથી - શક્તિ યોજના, ગૃહ જયોતિ અને યુવાનિધિ, યુવા નિધિ પૂર્ણ થઈ ગઈ છે, જયારે ગૃહ લક્ષ્મી અને અન્ના ભાગ્ય આંશિક રીતે પૂર્ણ થઈ ગઈ છે, અહેવાલમાં જણાવાયું છે.
આરોગ્ય મોરચાની વાત કરીએ તો કોંગ્રેસે સરકારી હોસ્પિટલોમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાનું વચન આપ્યું હતું, પરંતુ હજુ સુધી આ કામ શરૂ પણ થયું નથી. આ ઉપરાંત હાઈવે પર ૧૦૦ કિમીનું ટ્રોમા સેન્ટર, જયદેવ જેવી હાર્ટ હોસ્પિટલ, કિડવાઈ જેવી કેન્સર હોસ્પિટલ અને આઈમ્હાના જેવી માનસિક હોસ્પિટલનું પણ વચન આપવામાં આવ્યું હતું.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગરીબી રેખા નીચેના વિદ્યાર્થીઓની ફી માફ કરવાની દિશામાં કોઈ કામ શરૂ કરવામાં આવ્યું નથી. આ ઉપરાંત સરકારી શાળા-કોલેજોમાં શિક્ષકો અને કર્મચારીઓની નિમણૂકની પ્રક્રિયા પણ બાકી છે. પર્યાવરણની વાત કરીએ તો સરકાર માઇનિંગ માફિયાઓને કાબૂમાં લેવામાં અત્યાર સુધી નિષ્ફળ રહી છે. કોંગ્રેસે માઈનીંગને લઈને કાયદો બદલવાની વાત કરી હતી.
કહેવાય છે કે ટનલ રોડ, મેટ્રો અને પેરિફેરલ રિંગ રોડનું કામ ચાલી રહ્યું છે. કોંગ્રેસ સરકારે બેરોજગારી ભથ્થા અને પાઠ્ય પુસ્તકોમાં ફેરફારનું વચન પૂરું કર્યું. ગયા વર્ષે મે મહિનામાં કર્ણાટકમાં સિદ્ધારમૈયાના નેતૃત્વમાં કોંગ્રેસની સરકાર બની હતી. જોકે, કોંગ્રેસ લોકસભા ચૂંટણીમાં મોટી સફળતા મેળવી શકી નથી.
(10:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
