<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

વિનેશ ફોગાટે સેમી ફાઈનલમાં ઈતિહાસ રચ્યો: ભારતનો સિલ્વર મેડલ નિશ્ચિત

જીત સાથે જ વિનેશના ચહેરા પર સ્મિત જોવાયું અને કોચ આંસુ રોકી શક્યા નહીં :વિનેશ ફોગાટે 50 કિલો ફ્રી સ્ટાઇલ ઈવેન્ટની ફાઇનલમાં જગ્યા બનાવી: ફાઈનલમાં જગ્યા બનાવનારી પ્રથમ મહિલા રેસલર બની ગઈ વિનેશે એક જ દિવસમાં 3 મેચ જીતી

વિનેશ ફોગાટે ઇતિહાસ રચી દીધો છે. તે ઓલિમ્પિકના ઈતિહાસમાં ફાઈનલમાં જગ્યા બનાવનારી પ્રથમ મહિલા રેસલર બની ગઈ છે. એક દિવસમાં ત્રીજા મુકાબલો માટે આવેલી વિનેશ ફોગાટને જોઈને એવું લાગતું નહોતું કે તે થાકી રહી છે. વિનેશ ફોગાટે ખૂબ જ આરામથી ક્યુબાના કુસ્તીબાજ યુસ્નેલિસ ગુઝમેન લોપેઝને 5-0થી હરાવ્યો હતો. વિનેશની મેચનો સમય પૂરો થતાં જ તેના ચહેરા પર સ્મિત ખીલી ઊઠ્યું. બીજી તરફ તેના કોચ પણ પોતાના આંસુ પર કાબુ રાખી શક્યા ન હતા.

ભારતની દિગ્ગજ મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાં ફ્રી સ્ટાઇલ રેસલિંગની સેમી ફાઇનલમાં જગ્યા બનાવીને ઇતિહાસ રચ્યો છે. તેણીએ ક્વાર્ટર ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરીને યુક્રેનની ઓક્સાના લિવાચને 7-5થી હરાવી હતી. વિનેશ ફોગાટ 50 કિગ્રા વર્ગમાં ભાગ લઈ રહી છે. કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર ફોગાટની હવે ઓલિમ્પિકમાં મેડલની આશા વધી ગઈ છે. વિનેશ ફોગાટે ઇતિહાસ રચી દીધો છે. તેણે ક્યુબાની કુસ્તીબાજને 5-0થી હરાવ્યું છે. વિનેશે એક જ દિવસમાં 3 મેચ જીતી છે.

50 કિગ્રા ફ્રી સ્ટાઈલ સેમિફાઈનલમાં વિનેશ ફોગાટનો મુકાબલો ફાઈનલમાં અમેરિકન રેસલર સામે થશે. અમેરિકાની સારાહ હિલ્ડેબ્રાન્ડે મંગોલિયાની કુસ્તીબાજ ડોલ્ગોરાવાન ઓટગોનજાર્ગલને 5-0થી પરાજય આપ્યો છે. હવે આવતીકાલે રાત્રે 11 વાગ્યે વિનેશ ફોગાટ અને સારાહ વચ્ચે ફાઈનલ મુકાબલો થશે.

   વિનેશ ફોગાટ માટે કોઈ ઓછા પડકારો નથી. આજે તે બે મુશ્કેલ મેચ રમી ચૂકી છે. આવી સ્થિતિમાં, તેણે થાક દૂર કરવા અને સેમિફાઇનલ જેવી મહત્વપૂર્ણ મેચ માટે પોતાને તૈયાર કરવા માટે ખાસ કામ કર્યું છે. તેણે આઇસ બાથ લીધો છે.

 ક્યુબાના કુસ્તીબાજ યુસ્નેલિસ ગુઝમેન લોપેઝે ક્વાર્ટર ફાઇનલમાં અદભૂત પ્રદર્શન કર્યું હતું. તેણે પોતાના પ્રતિસ્પર્ધીને 10-0થી હરાવ્યો હતો. જો કે, પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં તેણીને તુર્કીની કુસ્તીબાજ સામે સખત સ્પર્ધાનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ તે પોતાની મેચ 7-6થી જીતવામાં સફળ રહી હતી. હવે સામે વિનેશ ફોગાટ છે, જે વિશ્વની નંબર વન રેસલરને હરાવીને અહીં પહોંચી છે.

(11:27 PM IST)