<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

સરકારી નોકરીની શોધમાં રહેતા યુવાનો તક :1.42 લાખ સુધી પગાર: જુઓ સંપૂર્ણ માહિતી

સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા SSC JHT 2024 નોટિફિકેશન: દેશના વિવિધ મંત્રાલયો/વિભાગોમાં અનુવાદકની જગ્યાઓમાં ભરતી

  નવી દિલ્હી : નોકરી શોધી રહેલા યુવાનો પાસે સરકારી નોકરી મેળવવાની તક છે. સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા SSC JHT 2024 નોટિફિકેશન બહાર પડાયું છે, નોટિફિકેશન પ્રમાણે દેશના વિવિધ મંત્રાલયો/વિભાગોમાં અનુવાદકની જગ્યાઓ ભરવામાં આવશે.સંસ્થાએ આ પદની કુલ 312 જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવી છે. આ ભરતી માટે અરજી કરવા ઇચ્થા ઉમેદવારો આ ભરતી માટે 25 ઓગસ્ટ સુધી અરજી કરી શકે છે.

સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી માટે પોસ્ટની વિગત, ખાલી જગ્યાઓ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિત મહત્વની માહિતી જાણીએ

સ્ટાફ સિલેક્શન કમિશન ભરતીની મહત્વની માહિતી

સંસ્થાસ્ટાફ સિલેક્શન કમિશનપોસ્ટહિન્દી અનુવાદકજગ્યા312નોકરી પ્રકારસરકારીએપ્લિકેશન મોડઓનલાઈનઅરજી કરવાની છેલ્લી તારીખ25 ઓગસ્ટ 2024વેબસાઈટssc.gov.in

સ્ટાફ સિલેક્શન કમિશને જુનિયર હિન્દી અનુવાદક, જુનિયર અનુવાદ અધિકારી, જુનિયર અનુવાદક, વરિષ્ઠ હિન્દી અનુવાદક અને વરિષ્ઠ અનુવાદકની ગ્રુપ બી નોન-ગેઝેટેડ પોસ્ટનો કૂલ 312 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જે 25 ઓગસ્ટ 2024 તારીખ સુધી ચાલશે. ઉમેદવારોને 04 થી 05 સપ્ટેમ્બરની વચ્ચે અરજી ફોર્મમાં સુધારો કરવાની તક મળશે.

સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી માટે પગાર

પોસ્ટપગારજુનિયર ટ્રાન્સલેટર ઓફિસર (CSOLS)લેવલ-6 (₹35,400-₹1,12,400)જુનિયર ટ્રાન્સલેટર ઓફિસર (AFHQ)લેવલ – 6 (₹35,400-₹1,12,400)જુનિયર હિન્દી ટ્રાન્સલેટરલેવલ -6 (₹35,400-₹1,12,400)
 સિનિયર હિન્દી ટ્રાન્સલેટર (SHT)
લેવલ-7 (₹44,900-₹1,42,400)

 

સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી માટે અરજી કરનાર ઉમેદવારો માટે વિવિધ પોસ્ટ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે.આ ભરતી ડ્રાઇવ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે સંબંધિત વિષયોમાં માસ્ટર ડિગ્રી હોવી આવશ્યક છે. ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત વિશે વધારે માહિતી જાણવા માટે લેખમાં આપેલું સત્તાવાર નોટિફિકેશન વાંચવું.

સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી માટે વય મર્યાદા

વય મર્યાદા વિશે વાત કરીએ તો, ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. અરજી કરનાર ઉમેદવાર ભારત, નેપાળ અને ભૂતાનનો નાગરિક હોવો આવશ્યક છે.

ઉમેદવારોની પસંદગી કેવી રીતે થશે?

આ પદો માટે ઉમેદવારોની પસંદગી ચાર તબક્કામાં કરવામાં આવશે. ઉમેદવારોએ લેખિત પરીક્ષા (ટાયર I), લેખિત પરીક્ષા (ટાયર II), દસ્તાવેજ ચકાસણી અને તબીબી તપાસના રાઉન્ડમાંથી પસાર થવું પડશે.

(7:07 PM IST)