<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

શેખ હસીના માટે વધુ એક માઠા સમાચાર, અમેરિકાએ પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો :વિઝા પણ રદ કરી નાખ્યા

શેખ હસીનાનો પુત્ર સજીબ વાઝેદ જોય અમેરિકાના વર્જીનિયામાં રહે છે.

અમેરિકી સરકારે બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના અમેરિકાના વિઝા રદ્દ કરી દીધા છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટના નજીકના સૂત્રોએ આ વાતની પુષ્ટિ કરી છે. શેખ હસીનાએ સોમવારે બપોરે બાંગ્લાદેશ છોડી દીધું હતું અને હાલમાં તેઓ ભારતમાં પોતાનું આગલું પગલું નક્કી કરી રહ્યાં છે. હસીનાનો પુત્ર સજીબ વાઝેદ જોય અમેરિકાના વર્જીનિયામાં રહે છે.

   એ સ્પષ્ટ નથી કે હસીનાની અમેરિકાની મુલાકાત લેવાની કોઈ યોજના હતી કે કેમ. અહેવાલોથી જાણવા મળ્યું છે કે હસીના બ્રિટનમાં આશ્રય માટે અરજી કરવાનું વિચારી રહી હતી, જ્યાં તેની બહેન (શેખ રેહાના) અને ભત્રીજી (ટ્યૂલિપ સિદ્દિક એમપી) રહે છે. જો કે, યુકેના નિયમો હેઠળ યુકેની બહારથી આશ્રયનો દાવો કરવો શક્ય નથી, અને યુકે અપેક્ષા રાખે છે કે કોઈ વ્યક્તિ પહેલા સુરક્ષિત ત્રીજા દેશમાં આશ્રયનો દાવો કરે, જે આ કિસ્સામાં ભારત હશે

   પોતાનો દેશ છોડ્યા પછી પણ શેખ હસીનાની મુસીબતો ઓછી થઈ નથી. સામ્રાજ્યના પતન બાદ શેખ હસીના હાલમાં ભારતમાં છે. તે દિલ્હીથી લંડન જવા રવાના થવાની હતી, પરંતુ હવે સમાચાર છે કે તે અત્યારે દિલ્હીમાં જ રહેશે. સૂત્રોને ટાંકીને, અહેવાલ છે કે યુકેએ શેખ હસીનાને આશ્રય આપવાનો ઇનકાર કર્યો છે. યુકેના ગૃહ મંત્રાલયે તેની પાછળના નિયમોને ટાંક્યા છે.

  ભૂતકાળમાં પણ ઘણા દેશોમાં સત્તાપલટો બાદ નેતાઓને લંડનમાં આશરો આપવામાં આવ્યો છે. જેની જરૂર હોય તેમને સુરક્ષા પૂરી પાડવાનો યુકે પાસે લાંબો રેકોર્ડ છે. જો કે, કોઈ વ્યક્તિને આશ્રય અથવા કામચલાઉ આશ્રય મેળવવા માટે યુકે જવાની મંજૂરી આપવાની કોઈ જોગવાઈ નથી. આંતરરાષ્ટ્રીય સુરક્ષાની જરૂર હોય તેવા લોકોએ પહેલા આશ્રયનો દાવો કરવો જોઈએ. જેથી કરીને તેઓ સુરક્ષિત રીતે તે દેશમાં પહોંચી શકે

(6:39 PM IST)