તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Wednesday, 31st July 2024
ધુસણખોરો અને આતંકવાદીઓને શોધવા માટે જમ્મુ કાશ્મીરના એલઓસીના અનેક વિસ્તારોમાં ભારતીય સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન

( સુરેશ ડુગર દ્વારા) જમ્મુ તા.૩૧ : જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ અને ઘૂસણખોરોને શોધવા માટે ભારતીય સુરક્ષા દળોની ટીમો દ્વારા એલઓસી ના જુદા જુદા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. તાજેતરમાં ભારતીય સુરક્ષા દળો દ્વારા આતંકવાદીઓને ઠાર મરાયા બાદ આ ઓપરેશન હજુ પણ ચાલુ છે.
ભારતીય સેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે ગયા શનિવારે કુપવાડા જિલ્લાના મચ્છેલ સેક્ટરમાં પાકિસ્તાની હુમલાને નિષ્ફળ કર્યો હતો ત્યારબાદ જુદી જુદી તપાસ એજન્સીઓ દ્વારા આ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી છે અને કોઈપણ ભેદી હિલચાલ તરફ નજર રાખવામાં આવી રહી છે.
(4:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
