તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Wednesday, 31st July 2024
સોના ઉપર ડયુટી ઘટતા કાશ્મીરમાં પણ સોનાના વેચાણમાં ૧પ ટકાનો ઉછાળો

(સુરેશ ડુગ્ગર દ્વારા) જમ્મુ તા. ૩૧: સોના ઉપર ડયુટી ઘટતા કાશ્મીરના જવેલરોના મોઢા ઉપર પણ ચમક આવી છે. થોડા દિવસોમાં અહીંની બજારોમાં વેચાણ વધવા લાગ્યું છે. વેપારીઓએ પણ ખરીદી વધી હોવાની પુષ્ટી કરી હતી.
ગોલ્ડ જવેલર્સ એસોસીએશનના અધ્યક્ષ બશીર અહેમદે જણાવેલ કે, સોના ઉપર ડયુટીમાં ઘટાડા પહેલા વેચાણ ખુબજ ઓછું હતું, લગભગ ૯૦ ટકા ઘટયું હતું. પણ ડયુટી ઘટયા બાદ ૧૦ થી ૧પ ટકા વેચાણ વધવા પામ્યું છે.
ડયુટીમાં ઘટાડો થતા લોકોએ જવેલરીની દુકાનો તરફ રૂખ કર્યો છે. ઘણા લોકો ભારે આભુષણોનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે. આ મહિનાની શરૂમાં સોનાની કિંમત ૭૪ હજાર પ્રતિ ૧૦ ગ્રામ હતી તે શનિવારે ૭૦,૭૦૦ રૂપિયા થઇ ગઇ હતી.
(4:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
