તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Wednesday, 31st July 2024
પરસ્પર પ્રેમથી વિશ્વ બંધુત્વની ભાવના જાગેઃ પુ.મોરારીબાપુ
પૂ મોરારીબાપુને ન્યુયોર્ક સિટીનો સૌથી મોટો ઓનર-એવોર્ડ અર્પણ ''યુનો''- સંયુકત રાષ્ટ્ર હેડકવાર્ટર ખાતે આયોજીત ''માનસ વસુદ્યેૈવ કુટુંબકમ'' શ્રી રામકથાનો આજે પાંચમો દિવસ

રાજકોટ તા.૩૧: ''યુનો'' સંયુકત રાષ્ટ્ર હેડકવાર્ટર- ન્યુયોર્કમાં પુ.મોરારીબાપુના વ્યાસાસને આયોજીત ''માનસ વસુદ્યૈવ કુટુંબકમ'' શ્રી રામકથાનો આજે પાંચમો દિવસ છે. પુ.મોરારીબાપુ દરરોજ શ્રી રામકથાનું રસપાન કરાવી રહયા છે. અને ભાવિકો લાભ લઇ રહયા છે.
પુ.મોરારીબાપુએ શ્રીરામકથામાં જણાવ્યું હતું કે, શ્રી રામ ભગવાન વૈશ્વિક તત્વ છે. પરસ્પર પ્રેમથી વિશ્વ બંધુત્વની ભાવના જાગે છે.
પુ.મોરારીબાપુએ શ્રીરામકથામાં વધુમાં કહયું કે કોઇએ પુછેલું: આપની કથાથી શું લાભ થશે? બાપુએ કહયું, લાભ માટે ન આવતા કંઇ લાભ નહીં થાય, શુભ થશે. દરેક લાભ શુભ નથી હોતો પણ નાનકડું શુભ અનેક લાભોથી મોટું હોય છે.
પુ.મોરારીબાપુએ વધુમાં કહયું કે બે વિશ્વયુદ્ધ વાણીને કારણે થયાં. કેન્દ્રમાં, મૂળમાં ગર્ભમાં જાઓ તો ત્યાં વાણી છે અને ત્રીજું વિશ્વયુદ્ધ જો થશે, ભગવાન કરે કે ન થાય, પણ વૈજ્ઞાનિકો કહે છે, જો એ થશે તો પાણીનાં કારણે થશે. મહાભારતનું યુદ્ધ પણ વાણીને કારણે થયું પણ કૃષ્ણ, રામ વગેરે યુદ્ધ કરે છે એ યુદ્ધ માટે નહીં પણ વિશ્વમાંથી યુદ્ધ ટાળવા માટે યુદ્ધ કરે છે. બાપુએ કહ્યું કે, યંત્રમાનવ, તંત્ર માનવની જરૂર હશે, ઠીક છે પણ એટલી નથી. આજની દુનિયામાં યંત્રમાનવ, તંત્રમાનવથી વધારે મંત્રમાનવની જરૂર છે. મંત્રનો મતલબ છે વિવેક વિચાર, હાર્દિક વિચાર. અને વિશ્વ બંધુત્વનું સૂત્ર માનસમાં છે.અવલોકન- એકબીજાની સામે જોવાનું શીખી લઈએ તો વિશ્વ બંધુત્વ આવી જાય. વિશ્વને પ્રતિક્રિયાની નહીં પ્રતિભાવની જરૂર છે. એ જ રીતે બોલની - એટલે કે વાણીની પણ જરૂર છે. વાણી ગાયના આંચળની જેમ, એના ચાર પ્રકાર પણ બાપુએ ગણાવ્યા હતા.ભારતીય રાજદૂત કચેરી અને ન્યૂયોર્ક સિટી તરફથી ન્યૂયોર્ક સિટીનો સૌથી મોટો ઓનર-એવોર્ડ મોરારિબાપુને અર્પદા કરાયો. બાપુએ વ્યાસપીઠનું સન્માન માથે ચડાવીને પ્રસાદીનાં રૂપમાં સવિનય સન્માન- એવોર્ડ મનોરથી પરિવારને આવ્યો. આજની કથા પ્રારંભે ભારતીય રાજદૂત કચેરી તેમજ ન્યૂયોર્કના મેયર કમિશનર અને ન્યૂયોર્ક સિટીના ચીફ ઓફ સ્ટાફ ડેપ્યુટી કમિશનર દિલીપ ચૌહાણ, સુરેન્દ્ર અડાણા અમિતકુમાર વગેરે મોરારિબાપુનાં આગમનને વધાવી અને પ્રાસંગિક ઉદબોધન કરતા કહ્યું કે, ટૂથ, લવ અને કમ્પેશન-સત્ય-પ્રેમ અને કરુણાનો સંદેશ બાપુ ફેલાવે છે. બાપુની કથાનો વિષય ઓલ વર્લ્ડ ઈઝ માય ફેમિલી - એવો છે. સાથે-સાથે કોન્સોલન્સ જનરલ વિનય પ્રધાને પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું કે મને બાપુને આવકારવાનો મોકો મળ્યો છે. ગયા વર્ષે ઝાંઝીબાર અને તાંજાનિયામાં રાજદૂત હતો અને કથાત્રાથી પ્રેરણા બાપુની ક્યાત્ર લઉં છું. એણે કહ્યું કે ન્યૂયોર્ક સિટી 'હાર્ટ ઓફ ધ વર્લ્ડલૃ છે અને એમાં બાપુ બેઠા છે. અનુરોધ પણ કર્યો કે દર વર્ષે નહીં તો ત્રણ વર્ષમાં એકવાર આપ આવો કારણ કે અહીં ૩૦ કરતાં વધુ દેશોથી લોકો એકઠાં થયા છે અને એ માટે આશિષ અને ક્રિષ્ના, એની ટીમે છ મહિનાથી જે વ્યવસ્થા કરી છે. એક વિશેષ જાહેરાત કરતા કહ્યું કે, અહીં આ શહેરમાં ૧૧ લાખ કરતાંર્ં વધારે વિદ્યાર્થીઓ છે. દિવાળી પર પણ રજા હોતી નથી, પરંતુ પહેલી વખત દુનિયાની અંદર હેરિક આડમ-સિટી મેયર દ્વારા દિવાળીમાં રજા જાહેર થઈ અને બાપુનું પણ અહીં આગમન થયું. આ ૧૧૦માં મેયર છે. હેરિક આડમે તેના દ્વારા સ્પેશિયલ મેસેજ તેમજ આઉટ સ્ટેન્ડિંગ ઓનર પ્રેઝન્ટેશન આપતા જણાવ્યું કે અમને ખબર છે કે, બાપુ કોઈ એવોર્ડ લેતા નથી પણ વિનંતી દ્વારા બાપુને સમગ્ર ટીમ હાજર રહી અને વ્યાસપીઠ પર ઓનર વાંચી અને અર્પણ કરાયો હતો.
પુ.મોરારીબાપુઍ કહ્નાં, મેં આદરથી ઍને માથા પર ચડાવી કારણ કે ઍ વ્યાસપીઠનું સન્માન છે, પણ આ ઘટનાના મૂળમાં રમાબેન જસાણી પરિવારના સભ્યો આશિષ અને ક્રિષ્ના છે. જે આદર અપાયું ઍ વ્યાસપીઠના પ્રસાદનાં રૂપમાં આ બન્નેને વિનય સાથે પ્રદાન કરું છું. બાપુઍ કહ્નાં કે, દાવો તો નહીં પણ ભાવથી કહું છું કે આ સંસ્થા કામ કરી રહી છે, સાધાર કહીશ કે ઍનાં બીજરૂપ સૂત્ર રામચરિતમાનસમાં છે. જવાબદારી સાથે કહીશ.(
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
