તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th July 2024
ટ્રેન દુર્ઘટના પાછળ કાવતરું? ચંદીગઢ એક્સપ્રેસ પાટા પરથી ઉતરતા પહેલા લોકો પાયલટે વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો
યુપીના ગોંડામાં ચંદીગઢ ડિબ્રુગઢ એક્સપ્રેસના અકસ્માત પાછળ પણ ષડયંત્રની આશંકા : લોકો પાયલોટે અકસ્માત પહેલા વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો:તપાસ શરૂ

યુપીના ગોંડામાં ચંદીગઢ ડિબ્રુગઢ એક્સપ્રેસના અકસ્માત પાછળ પણ ષડયંત્રની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ટ્રેનના લોકો પાયલોટના જણાવ્યા અનુસાર, તેણે અકસ્માત પહેલા વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો.
લોકો પાયલોટની માહિતી બાદ રેલવે પ્રશાસને અનેક એંગલથી તપાસ શરૂ કરી છે. નોર્થ ઈસ્ટર્ન રેલ્વેના સીપીઆરઓ પંકજ સિંહના જણાવ્યા અનુસાર સીઆરએસ (કમિશ્નર ઓફ રેલ્વે સેફ્ટી) દ્વારા તપાસ કરવામાં આવશે.
આ અકસ્માતમાં અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે. જ્યારે છ લોકો ગંભીર રીતે ઘાયલ છે. સીએમ યોગીએ આ મામલાની નોંધ લીધી છે. યોગી સરકારમાં રાજ્યમંત્રી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
ચંદીગઢ-ડિબ્રુગઢ એક્સપ્રેસના કેટલાક ડબ્બા ગોંડા-ગોરખપુર રેલ્વે લાઇન પર મોતીગંજના રામપુર ગામ નજીક બપોરે 3 વાગ્યે પાટા પરથી ઉતરી ગયા હતા. જેમાંથી પાંચ બોગી પલટી મારી ગઈ હતી. રેલવે અને પોલીસ દળો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ લોકોને લખનઉ મોકલવામાં આવ્યા છે.
ડીએમ નેહા શર્મા પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેણે ચાર લોકોના મોતની વાત કરી હતી. જો કે, અન્ય અધિકારીઓ કહી રહ્યા છે કે બે લોકોના મોત થયા છે.
કોચમાંથી કાચ તોડી અનેક મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માત માનકાપુર-ગોંડા વચ્ચે ઝિલાહી સ્ટેશન પાસે થયો હતો. ચંદીગઢ-ડિબ્રુગઢ એક્સપ્રેસ ચલાવતા લોકો પાયલટે ખુલાસો કર્યો છે કે તેણે અકસ્માત પહેલા વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો. ઉત્તર પૂર્વ રેલવેના સીપીઆરઓ પંકજ કુમાર સિંહે આ વાતની પુષ્ટિ કરી છે
. દુર્ઘટનામાં રેલવે સુરક્ષા કમિશનરને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તે જ સમયે, રેલ્વે મંત્રાલયે મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલ મુસાફરોને 2.5 લાખ રૂપિયા અને સામાન્ય ઘાયલોને 50-50 હજાર રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.
નોર્થ ઈસ્ટર્ન રેલવેના સીપીઆરઓ પંકજ સિંહે પુષ્ટિ કરી છે કે અકસ્માતમાં બે મુસાફરોના મોત થયા છે, જ્યારે 25 મુસાફરો ઘાયલ થયા છે.
(12:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
