News of Thursday, 18th July 2024
જમ્મુ-કાશ્મીરના ડોડામાં સતત ત્રીજા દિ'એ આતંકી પ્રવૃત્તિ : અથડામણ : બે જવાન ઘાયલ
મંગળવારે સેનાના કાફલાને, ગઇકાલે અસ્થાયી કેમ્પને નિશાન બનાવાયેલ : આજે ઘુષણખોરીનો પ્રયાસ

(સુરેશ ડુગ્ગર દ્વારા) જમ્મુ, તા. ૧૮: જમ્મુના ડોડા જીલ્લામાં સતત ત્રીજા દિવસે આતંકી હુમલા અને અથડામણનો ક્રમ ચાલુ છે. મંગળવારે સેનાના કાફલાને નિશાન બનાવાયેલ જયારે ગઇકાલે સ્કુલમાં બનાવાયેલ અસ્થાઇ કેમ્પ પર હુમલો કર્યો હતો. જયારે આજે કેરણ સેકટરમાં પણ ઘુસણખોરીના પ્રયાસથી અથડામણ ચાલુ છે.
જમ્મુ-કાશ્મીર પોલીસ મુજબ જીલ્લાના કાસ્તીગઢ વિસ્તારમાં સુરક્ષાદળ અને આતંકી વચ્ચે અથડામણ ચાલુ છે. મોડી રાત્રે ર વાગે શરૂ થયેલ કાર્યાવાહીમાં બે જવાન ઘાયલ થયા છે. જેમને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
અધિકારીઓ મુજબ સેનાએ શંકાસ્પદ ગતિવિધી જોતા તરત જ તપાસ દરમિયાન આતંકીઓ સાથે અથડામણ શરૂ થઇ હતી. બીએસએફ દ્વારા ફાયરીંગ કરવામાં આવ્યું હતું. છુપાયેલા આતંકીઓને શોધવા ઘેરાબંધી અને તપાસ અભિયાન ચાલી રહ્યું હોવાનું પણ અધિકારીઓએ જણાવ્યું હતું.
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
