તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th July 2024
આતંકીઓના અચાનક હુમલા-ખબરીઓની નજર અંદાજી-ટેકનોલોજીનો વધુ ઉપયોગ આતંકી હુમલાનું કારણ
ભારતીય સૈન્ય અધિકારીઓનો સ્વીકાર : જમ્મુ સંભાગમાં છેલ્લા બે વર્ષમાં પર જવાનો શહિદઃ સેનાના ડ્રેસ અને અમેરિકી એમ-૪ કાર્બાઇનનો વ્યાપક ઉપયોગ

(સુરેશ ડુગ્ગર દ્વારા) જમ્મુ તા. ૧૮: જમ્મુ સંભાગમાં છેલ્લા બે વર્ષમાં થયેલ આતંકી હુમલામાં લગભગ પર જવાનો વિરગતિ પામ્યા છે. આતંકીઓએ ગોરીલ્લા વોરફેર એટલે કે સરપ્રાઇઝ હુમલાની રણનીતિ અપનાવી છે. કહેવાય રહ્યું છે આતંકી જુથોની પાક સેનાના પૂર્વ સૈનિક આગેવાની કરી રહ્યા છે. જેઓ આતંકીઓ સાથે સીમા પાર કરી છે.
જો કે જાસુસી સંસ્થા આતંકીઓની સાચી સંખ્યાનો આંકડો મેળવી નથી શકી. ઉપરાંત વધુ એક તથ્ય છે કે આતંકીઓ ભારતીય સેનાની વર્ધી સાથે અમેરિકી એમ-૪ કારબાઇનોનો ખુબ જ ઉપયોગ કર્યો છે. સરપ્રાઇઝ હુમલાથી સેના ત્રસ્ત બની છે.
છેલ્લા બે વર્ષમાં સેનાને ઇનપુટનો ભારે અભાવ પડયો છે કેમકે તેણે જમીની સ્તરને બદલે ટેકનોલોજી ઉપર વધુ આધાર રાખ્યાો હતો. હવે અધિકારીઓ માને છે ડ્રોન તથા અન્ય ટેકનીકથી વધુ મહત્વપૂર્ણ માનવી. ઇન્ટેલીજન્સ છે, જેને નજર અંદાજ કરવામાં આવ્યું હતું. જેથી છેલ્લા ર-૩ વર્ષોથી આતંકીઓ જમ્મુ સંભાગમાં ભારે પડી રહ્યા છે.
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
