તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th July 2024
મંત્રીમંડળમાં ફેરબદલની તૈયારી : કેટલાક પડતા મૂકાશે : નવા ચહેરાને સ્થાન
આ મહિનાના અંત સુધીમાં વિસ્તરણ - ફેરફારો થશે : અનેકના પત્તા કપાશે : ૮ થી ૧૦ નવા ચહેરાઓને લેવાશે : મોઢવાડિયા - સી.જે.ચાવડા - ચિરાગ પટેલ - ધર્મેન્દ્રસિંહ જાડેજાનું નામ નક્કી : હાલ મંત્રીમંડળ ૧૬નું છે : ૨૫નું થવા વકી

નવી દિલ્હી તા. ૧૮ : ગુજરાતમાં આ મહિનાના અંત સુધીમાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે. જો કે ગુજરાતનાᅠમંત્રીઓને એ સંકેત આપવામાં આવ્યો છે કે તે કોઈ પણ નીતિ સંબંધીત નિર્ણય લ્યે નહીં. મંત્રીમંડળમાં પણ ખળભળાટ મચ્યો છે. નવા મંત્રીમંડળમાં અનેક લોકોના પત્તા કપાશે. મોટા ફેરબદલ થવાનાᅠએંધાણ દેખાય રહ્યા છે. બીજી બાજુ આઠ થી દસ નવા ધારાસભ્યોને મંત્રી મંડળમાં જગ્યા મળશે એ નક્કી છે. હાલના સમયમાં ગુજરાતમાં મુખ્યમંત્રી ઉપરાંત ૧૬ મંત્રી છે. જેમાં આઠ કેબિનેટ અને આઠ રાજયસ્તરીય મંત્રી છે. આગામી સમયમાં મંત્રીમંડળના ૨૫ સભ્યો હોવાની સંભાવના વ્યકતᅠકરવામાં આવી રહી છે.ᅠતેમ રાજસ્થાન પત્રિકા જણાવે છે.
ખાસ કરીને કોંગ્રેસ છોડીને બીજેપીમાં સામેલ થયા અને પોરબંદરમાં પેટાચૂંટણીમાંᅠ ᅠપસંદ પામેલા અર્જુન મોઢવાડીયાᅠઅને વિજાપુરથીᅠપસંદ પામેલા સી.જે. ચાવડા, ખંભાતથીᅠધારાસભ્ય તરીકે પસંદ પામેલા ચિરાગ પટેલ અને વાઘોડિયાથી ધારાસભ્ય બનેલા ધર્મેન્દ્રસિંહ જાડેજાને મંત્રીમંડળમાં જગ્યા મળશે. બીજી બાજુ એવા અનેક મંત્રી છે. જેનાᅠપરફોર્મન્સ નબળા છે તેમની મંત્રીમંડળમાંથી છુટ્ટી કરાશે. ખાસકરીનેᅠદક્ષિણ ગુજરાતનાᅠએક કે બે મંત્રીનું પત્તુ કપાશે.ᅠ
રાજનૈતિક વિશેષજ્ઞોનું માનવું છે કે લોકસભા ચૂંટણી પહેલા બીજેપીએ તેમના ધારાસભ્યોને મતનો ટાર્ગેટ આપ્યો હતો. એવા વિધાનસભા ક્ષેત્ર જયાંᅠબીજેપીને ઓછા મત મળે છે. તેના લીધેᅠલોકસભા ચૂંટણીમાં બીજેપી ઉમેદવારોનાᅠમત પર અસર પડી છે. એવા વિધાનસભા ક્ષેત્રોનાᅠમંત્રીઓને મુશ્કેલી થઇ શકે છે.
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
