<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

હંગામી કર્મચારીઓને આરોગ્‍ય-અકસ્‍માત વીમાનો લાભ મળી શકે છે

કેન્‍દ્ર સરકાર સામાજિક સુરક્ષા માટે બજેટમાં કેટલીક મોટી જાહેરાત કરી શકે છે

નવી દિલ્‍હી, તા.૧૮: કેન્‍દ્ર સરકાર ઈ-કોમર્સ અને બાંધકામ સહિત તમામ અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા અસ્‍થાયી કર્મચારીઓની સામાજિક સુરક્ષા માટે બજેટમાં કેટલીક મોટી જાહેરાત કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કર્મચારીઓને અકસ્‍માત અને સ્‍વાસ્‍થ્‍ય વીમાનો લાભ આપવામાં આવી શકે છે. આ માટે સરકાર સામાજિક સુરક્ષા ફંડ બનાવવાની જાહેરાત કરી શકે છે.

કર્મચારીઓ, રોજગાર આપતી કંપનીઓ અને સરકાર આ ફંડમાં યોગદાન આપશે. આ ફંડનો ઉપયોગ અકસ્‍માત અને આરોગ્‍ય વીમા કવચ આપવા માટે કરવામાં આવશે. અસંગઠિત ક્ષેત્ર અને તમામ ગીગ કામદારોને સારવાર આપવા માટે સરકાર રાષ્‍ટ્રીય સ્‍તરે સામાજિક સુરક્ષા બોર્ડની સ્‍થાપના કરી શકે છે. હંગામી કર્મચારી તેમજ તેના પરિવારજનોને હોસ્‍પિટલમાં સારવારની સુવિધા પૂરી પાડવામાં આવશે.

આ ઉપરાંત આ ફંડમાંથી બજેટમાં હંગામી કર્મચારીઓને નિવળત્તિ લાભો અને અન્‍ય સુવિધાઓ પણ મળશે. નોંધનીય છે કે સામાજિક સુરક્ષા કોડ-૨૦૨૦માં પણ આવી સુવિધા આપવાનો પ્રસ્‍તાવ છે. તાજેતરમાં, કર્ણાટકમાં ગીગ કામદારો માટે એક ડ્રાફ્‌ટ બિલ રજૂ કરવામાં આવ્‍યું હતું, જેમાં અસ્‍થાયી કર્મચારીઓના હિતોનું રક્ષણ કરવા માટે ઘણી જોગવાઈઓ કરવામાં આવી છે.

કેન્‍દ્ર સરકાર ઈ-કોમર્સ અને બાંધકામ સહિત તમામ અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા અસ્‍થાયી કર્મચારીઓ (ગીગ વર્કર્સ)ની સામાજિક સુરક્ષા માટે બજેટમાં કેટલીક મોટી જાહેરાત કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કર્મચારીઓને અકસ્‍માત અને સ્‍વાસ્‍થ્‍ય વીમાનો લાભ આપવામાં આવી શકે છે. આ માટે સરકાર સામાજિક સુરક્ષા ફંડ બનાવવાની જાહેરાત કરી શકે છે.

કર્મચારીઓ, રોજગાર આપતી કંપનીઓ અને સરકાર આ ફંડમાં યોગદાન આપશે. આ ફંડનો ઉપયોગ અકસ્‍માત અને આરોગ્‍ય વીમા કવચ આપવા માટે કરવામાં આવશે. અસંગઠિત ક્ષેત્ર અને તમામ ગીગ કામદારોને સારવાર આપવા માટે સરકાર રાષ્‍ટ્રીય સ્‍તરે સામાજિક સુરક્ષા બોર્ડની સ્‍થાપના કરી શકે છે. હંગામી કર્મચારી તેમજ તેના પરિવારજનોને હોસ્‍પિટલમાં સારવારની સુવિધા પૂરી પાડવામાં આવશે.

તમામ ગીગ કામદારોની નોંધણી ફરજિયાત રહેશે અને તે તેમને રોજગાર આપતી કંપનીઓની જવાબદારી રહેશે. ઉપરાંત, કંપનીઓએ તેમની કમાણીના એકથી બે ટકા ફંડમાં ફાળો આપવો પડશે. તે જ સમયે, સામાજિક સુરક્ષા ભંડોળ માટે બાંધકામ કંપનીઓ પાસેથી સેસ એકત્રિત કરી શકાય છે. નિયમોનું ઉલ્લંઘન કરતી કંપનીઓ પાસેથી દંડ તરીકે વસૂલવામાં આવેલી રકમ પણ સામાજિક સુરક્ષા ફંડમાં જમા કરવામાં આવશે.

વિવિધ ક્ષેત્રોમાં તેમની માંગ મુજબ દૈનિક વેતન પર કામ કરતા કામદારોને ગીગ વર્કર કહેવામાં આવે છે. તેમાં કોન્‍ટ્રાક્‍ટ પર કામ કરતા કર્મચારીઓ, ઓનલાઈન પ્‍લેટફોર્મ માટે કામ કરતા કર્મચારીઓ, કોન્‍ટ્રાક્‍ટ ફર્મના કર્મચારીઓ, કોલ પર કામ માટે ઉપલબ્‍ધ કર્મચારીઓનો સમાવેશ થાય છે.

(10:13 AM IST)