તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th July 2024
વાહનના વજન પ્રમાણે હવે ડ્રાઇવિંગ લાઇસન્સ
સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, કેનેડા, સાઉથ આફ્રિકાની જેમ ભારતમાં પણ લાઇસન્સ આપવા ડ્રાફટ તૈયાર

નવી દિલ્હી,તા. ૧૮: સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, કેનેડા, સાઉથ આફ્રિકાની જેમ હવે ભારતમાં પણ વ્હીકલના વજનની કેટેગરી પ્રમાણે ડ્રાઈવિંગ લાઈસન્સ આપવા કેન્દ્ર સરકારે પ્રોપઝ ડ્રાફટ તૈયાર કર્યો છે. આ ડ્રાફટમાં ૩૫૦૦ કિલોગ્રામ સુધીનું વજન ધરાવતા વાહનો એટલે કે લાઈટ મોટર વ્હીકલ કેટેગરી માટે LMV-1 જયારે ૩૫૦૦થી ૭૫૦૦ કિલોગ્રામ વજન ધરાવતા વાહનો માટે LMV-2 કેટેગરીનું ડ્રાઈવિંગ લાઈસન્સ ઈશ્યૂ કરવા જોગવાઈ કરાઈ છે. તેમજ ૭૫૦૦થી ૧૨૦૦૦ કિલોગ્રામ વજન ધરાવતા વાહનો માટે મિડિયમ ગ્રોસ વ્હીકલ MGV કેટેગરી અને ૧૨૦૦૦થી વધુ કિલોગ્રામ વજન ધરાવતા વાહનો માટે હેવી કેટેગરીનું હેવી ડ્રાઈવિંગ લાઈસન્સ આપવા પ્રપોઝ ડ્રાફટમાં જોગવાઈ કરવામાં આવી છે. હવે ૩૫૦૦ કિલોગ્રામ સુધીની કેટેગરીમાં તમામ પ્રકારની કાર જેમાં નાનામાં નાની એલ્ટોથી લઈને ફોર્ચ્યુનર જેવી કારનો પણ સમાવેશ થઈ જાય છે. કેમકે, પથી ૮ બેઠકની ક્ષમતા ધરાવતી કારનું મહત્તમ વજન ૩૩૦૦ કિલોગ્રામ હોય છે. જયારે ૩૫૦૦થી ૭૫૦૦ કિલોગ્રામમાં ટાટાએસ, ૧૮.૩૦ કે તેથી વધુ બેઠકની ક્ષમતા ધરાવતી મિનિબસે જેવા વાહનોનો સમાવેશ LMV-2 કેટેગરીમાં થશે.
હાલ સમગ્ર ભારતમાં વ્હીકલના વજન પ્રમાણે નહીં પરંતુ વ્હીકલની કેટેગરી પ્રમાણે ડ્રાઈવિંગ લાઈસન્સ ઈશ્યૂ કરવામાં આવે છે. થોડા વર્ષો પહેલા રિક્ષા, થ્રી વ્હીલર ટેમ્પો જેવા વાહનો માટે અલગ ડ્રાઈવિંગ લાઈસન્સ આપવામાં આવતું હતું, પરંતુ વાહન વ્યવહાર વિભાગે નિયમમાં સુધારો કરી શ્રી વ્હીલર ટેમ્પો, રિક્ષા જેવા વાહનોને LMV એટલે કે લાઈટ મોટર વ્હીલરની કેટેગરીમાં ગણી લઈને રિક્ષા, થ્રી વ્હીલર ટેમ્પો માટે પણ LMV (કારનું) કેટેગરીનું જ ડ્રાઈવિંગ લાઈસન્સ આપવાનું શરૂ કરી દેવાયું હતું. આજે પણ આ પ્રથા અમલી છે. પરંતુ નવા પ્રપોઝ ડ્રાફટમાં ફરીથી રિક્ષા અને શ્રી વ્હીલર ટેમ્પો માટે અલાયદા ક્લાસની જોગવાઈ કરવામાં આવી છે. (૨૨.૬)
૧૬થી ૧૮ વર્ષના ૧૨૫ વોટના બેટરી વાહન હંકારી શકશે
૧૬થી ૧૮ વર્ષની ઉંમરના કિશોર-કિશોરીઓને ગિયર વગરનું ડ્રાઈવિંગ લાઈસન્સ આપવામાં આવે છે. તેમની ઉંમર ૧૮ વર્ષની પૂર્ણ થાય ત્યારબાદ ગિયરવાળા વાહનો અને કારનું લાઈસન્સ આપવાની પ્રથા છે. જોકે, નવા પ્રપોઝ ડ્રાટમાં પણ જના જ નિયમને યથાવત રાખ્યો છે. પરંતુ જૂના નિયમના ઘડતર સમયે બેટરી સંચાલિત વાહનોનું ચલણ નહીં હોવાથી બેટરી સંચાલિત વાહનો મુદ્દે કોઈ સ્પષ્ટતા ન હતી. તેથી આ નવા પ્રપોઝ ડ્રાફટમાં ૧૨૫ કિલોવોટના વ્હીકલ હંકારી શકશે તેવી સ્પષ્ટ જોગવાઈ કરાઈ છે.
થ્રી વ્હીલર માટે અલાયદા ક્લાસની જોગવાઈ
થ્રી વ્હીલર કેટેગરીના વાહનો માટે LMV કેટેગરીનું ડ્રાઈવિંગ લાઈસન્સ આપવાની પ્રથા અમલી બનાવી તંત્રે અક્કલનું દેવાળ્યું ફૂંક્યું હતું કાર અને થ્રી વ્હીલર બંને કેટેગરી અલગ હોવા સાથે બંનેને હંકારવાની રીત પણ અલગ અલગ છે. આમ છતાં રિક્ષા, થ્રી વ્હીલર ટેમ્પો માટે કારનું જ ડ્રાઈવિંગ લાઈસન્સ લેવાનો નિયમ અમલી બનાવી દીધો હતો. જોકે, હવે ભૂલનું ભાન થતાં તેમાં સુધારો કરી દીધો છે. તેમજ થ્રી વ્હીલર માટે અલગ કેટેગરીનું ડ્રાઈવિંગ લાઈસન્સ આપવા જોગવાઈ કરાઈ છે.
(9:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
