તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th July 2024
છૂટક વેચાણના પેકેટ પર પ્રોડક્ટના ઉત્પાદનના મૂળ દેશનું નામ લખવું પડશે
પેકેજ કોમોડિટીના નિયમોમાં આવી રહેલો બદલાવ : નવા નિયમની અસર હેઠળ આવતા લોકોને આગામી ૨૯મી જુલાઇ સુધીમાં તેમનો પ્રતિભાવ આપી દેવાની સૂચના

નવી દિલ્હી,તા. ૧૮: પચ્ચીસ કિલો કે પચ્ચીસ લીટરના કેટલાક પેકેટ્સને બાદ કરતા છૂટકક ખરીદનારાઓને વેચવામાં આવતા કોમોડિટીના દરેક પેકિંગ પર કંટ્રી ઓફ ઓરિજિન એટલે કે કોમોડીટીનું મૂળ ઉદભવ સ્થાન સહિતની વિગતો લખવાની ફરજિયાત કરી દેવામાં આવી રહી છે. આ અંગેનો મુસદ્દો સરકાર દ્વારા બહાર પાડી દેવામાં આવ્યો છે. દેશી વસ્તુને ઇમ્પોર્ટેડ તરીકે વેચી દેવાના કિસ્સાઓ બનતા હોવાથી પણ કદાચ આ પગલું લેવામાં આવી રહ્યુ હોવાનું માનવામાં આવે છે.
આ ફેરફાર ગ્રાહકને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરશે. તેને માટે લીગલ મેટ્રોલોજી-તોલમાપ અંગેના રૂલ્સમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. તેના પર કોમોડિટીના મેન્યુફેક્ચરર્સનું નામ અને સરનામુ લખવાનું પણ ફરજિયાત કરવામાં આવી રહ્યુ છે. પેકિંગ કરનારનું અને આયાત કરનારનું નામ લખવાનું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. કોમોડિટીનું સામાન્ય-પ્રચલિત નામ પણ તેના પર લખવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.
આ મુસદ્દા અંગે લાગતા વળગતાઓએ આગામી ૨૯મી જુલાઇ સુધી પ્રતિભાવ આપી દેવાનો રહેશે. ત્યારબાદ સરકાર પોતાનો નિર્ણય લઇ લેશે. ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્શિયલ અફેર્સ દ્વારા આ મુસદ્દો તૈયાર કરીને સંબંધિત પક્ષકારોના મંતવ્યો મંગાવવામાં આવ્યા છે. આ બાબતે છૂટક ગ્રાહકોમાં પણ જાગૃતતા લાવવામાં આવશે. કોમોડિટીનું નામ, વપરાશની છેલ્લી તારીખ-એક્સપાયરી ડેટ સહિતની વિગતો લખવી ફરજિયાત કરવામાં આવી છે.કોમોડિટીનું સામાન્ય-પ્રચલિત નામ પણ તેના પર લખવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. પેકિંગ પર કન્ઝયુમરે શું કાળજી લેવી તેની વિગતો પણ છાપવાની ફરજિયાત કરવામાં આવી રહી છે.
અત્યારે સિમેન્ટ, રાસાયણિક ખાતર, કૃષિ ઉપજ સિવાયના ૫૦ કિલોના પેકિંગ પર માટે આ આ નિયમો લાગુ પડતા નથી. ૫૦ કિલો કે તેનાથી વધે વજનની બેગમાં ઔદ્યોગિક અને સંસ્થાકીય વપરાશકારોને વેચવા માટે પેકિંગ માટે પણ આ નિયમો લાગુ પડતા નથી. અત્યાર સુધી ૨૫ કિલોથી વધુ વજનના પેકિંગમાં વેચાતી વસ્તુઓને માટે આ નિયમો લાગુ પડતા નહોતા. કારણે કે સરકાર માનતી હતી કે ૨૫ કિલોથી મોટા પેકેટ્સ છૂટક વપરાશકારો ખરીદતા જ નથી. ઓનલાઇન અને ઓફલાઇન બંને માર્કેટ વધી રહ્યા હોવાથી આ નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે. જુદા-જુદા પ્રોડકટ્સ અને બ્રાન્ડમાંથી એક સમાન નિયમો પ્રસ્થાપિત કરવામાં મદદરૂપ થવા માટે નવા નિયમો તૈયાર કરવામાં આવી રહ્યા છે.
(9:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
