News of Thursday, 11th July 2024
ગૃહમંત્રાલયની મોટી જાહેરાત :કેન્દ્રીય સશસ્ત્ર દળોની ભરતીમાં પૂર્વ અગ્નિવીરો માટે 10 ટકા અનામત રખાશે
હવે અગ્નિવીરને અર્ધલશ્કરી દળોમાં 10 ટકા અનામત:CISF તેને તાત્કાલિક અમલમાં મૂકશે:કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) એ તમામ પ્રકારની તૈયારીઓ કરી લીધી

નવી દિલ્હી :ગૃહ મંત્રાલયે અગ્નિવીરોના હિતોને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લીધો છે. હવે અગ્નિવીરને અર્ધલશ્કરી દળોમાં 10 ટકા અનામત આપવામાં આવશે. CISF તેને તાત્કાલિક અમલમાં મૂકશે. કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) એ આ અંગે તમામ પ્રકારની તૈયારીઓ કરી લીધી છે
અગ્નિવીર માટે સારા સમાચાર છે. ગૃહ મંત્રાલયે અગ્નિવીરોના હિતોને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લીધો છે. હવે અગ્નિવીરને અર્ધલશ્કરી દળોમાં 10 ટકા અનામત આપવામાં આવશે. CISF તેને તાત્કાલિક અમલમાં મૂકશે. કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) એ આ અંગે તમામ પ્રકારની તૈયારીઓ કરી લીધી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગ્નિવીરને લઈને સતત સવાલો ઉઠી રહ્યા છે. વિરોધ પક્ષ અગ્નિવીરોને સતત સમાન સુવિધાઓ આપવાની માંગ કરી રહ્યો છે. ત્યારે હવે ગૃહ મંત્રાલયના આ પગલાથી વિપક્ષને જવાબ મળશે અને અગ્નિવીરોને ફાયદો થશે.
CISF DG નીના સિંહે કહ્યું છે કે હવે કોન્સ્ટેબલની ભરતીમાં 10 ટકા પોસ્ટ્સ ભૂતપૂર્વ અગ્નિવીરો માટે અનામત રાખવામાં આવશે. સાથે જ તેમને શારીરિક કાર્યક્ષમતા પરીક્ષામાં મુક્તિ આપવામાં આવશે.
CISF DG નીના સિંહે કહ્યું છે કે ભૂતપૂર્વ અગ્નિવીરોને પણ વય મર્યાદામાં છૂટછાટ મળશે. આ વ્યવસ્થા CISF માટે પણ મહત્વની છે, કારણ કે તે CISFને પ્રશિક્ષિત, સક્ષમ અને જરૂરી મેનપાવર મળશે. આ ફોર્સમાં ડિસિપ્લિન હશે. તેવી જ રીતે તેનાથી પૂર્વ અગ્નિવીરોને CISFમાં સેવા કરવાની તક મળશે.
(7:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
