<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

૧૮ મહિનાનું DA એરિયર એક સાથે મળશે, સરકારને મળી ગઈ પ્રપોઝલ

૧ કરોડ કર્મચારીઓ માટે ખુશખબરી!

નવી દિલ્હી, તા.૧૧

૧ કરોડ કેન્દ્રીય કર્મચારીઓ અને પેંશનર્સ માટે સારા સમાચાર આવ્યા છે. કર્મચારીઓને ૧૮ મહિનાનું એરીયર મળી શકે છે. પીએમ મોદીને કેન્દ્રીય કર્મચારીઓ અને પેંશનર્સને કોરોના મહામારી દરમિયાન ૧૮ મહિનાના પેન્ડિંગ મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત નું પેન્ડિંગ ચૂકવણું આપવા અંગે પ્રપોઝલ મળ્યું છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સંયુક્ત સલાહકાર મશીનરી, રાષ્ટ્રીય પરિષદ (કર્મચારી પક્ષ)ના સચિવ શિવ ગોપાલ મિશ્રાએ કેન્દ્ર સરકારને પહેલાં ૧૮ મહિનાના પેન્ડિંગ DAને ચૂકવવાનો આગ્રહ કર્યો છે.

સરકારે નહોતું આપ્યું ૧૮ મહિનાનું પેન્ડિંગ DA એરીયરઃ કોરોના મહામારીને જોતાં કેન્દ્ર સરકારે જાન્યુઆરી ૨૦૨૦થી જૂન ૨૦૨૧ સુધી ૧૮ મહિના માટે ડ્ઢછ અને ડ્ઢઇનું પેમેન્ટ રોકી દીધું હતું. આ પહેલાં ભારતીય સંરક્ષણ મજૂર સંઘના મહાસવિવ મુકેશ સિંહે કેન્દ્ર સરકાર પાસેથી પેમેન્ટ કરવાનો આગ્રહ કર્યો હતો. ૧૮ મહિનાનું DA એરીયર હજી સુધી પેન્ડિંગ છે.

નાણાંમંત્રી નિર્મલા સિતારમણને એક પત્રમાં લખ્યું છે કે, કોરોના મહામારીથી ઉભા થયેલા પડકાર અને ત્યારબાદ આવેલી આર્થિક સમસ્યાઓને અમે સમજીએ છીએ. જેના કારણે નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે ડ્ઢછ અને ડ્ઢઇની ત્રણ હપ્તા રોકી દેવાયા હતા. હવે આપણો દેશ ધીમે-ધીમે મહારામારીમાંથી બહાર આવી રહ્યો છે. આપણા દેશની આર્થિક સ્થિતિમાં સુધાર થવો સારી બાબત છે.

સરકારને મળ્યું ૧૮ મહિનાના DA એરીયરનું પ્રપોઝલઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં મિશ્રાએ જણાવ્યું કે, રાષ્ટ્રીય પરિષદ (JCM)ના સચિવ (કર્મચારી પક્ષ) તરીકે આ મારું કર્તવ્ય છે કે હું કેટલાક પ્રમુખ મુદ્દાઓ પર તમારું ધ્યાન ખેંચું, જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેંશનર્સને પરેશાન કરી રહ્યું છે. જો સરકાર ૧૮ મહિનાના ડ્ઢછ એરીયરના પ્રપોઝલને સ્વીકારી લે છે, તો કર્મચારીઓને મોટા એમાઉન્ટની સેલરી મળી શકે છે.

જેનો વર્તમાન દર ૫૦ ટકા છે, જે જાન્યુઆરી ૨૦૨૪થી લાગુ થયો હતો. હવે આગામી રીવીઝન જુલાઈ ૨૦૨૪ માટે હશે, જેની જાહેરાત પણ ત્યારબાદ જ કરવામાં આવશે. પરંતુ આંકડાઓના ટ્રેન્ડ પરથી અંદાજ લગાવાઈ રહ્યો છે કે આ વખતે મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો થઇ શકે છે અને નવું મોંઘવારી ભથ્થું કુલ ૫૩ ટકાના દરે લાગુ થઇ શકે છે.

(7:48 PM IST)