News of Thursday, 11th July 2024
જીવ લેશે !: 6 વખત સર્પદંશનો ભોગ બનેલા વિકાસને સપનામાં આવ્યો સાપ: કહ્યું - નવમી વખત તને કોઈ બચાવી નહિ શકે
વિકાસે અત્યાર સુધી 34 દિવસમાં 6 વાર સાપ મને ડંસ મારી ચુક્યો છે. દર વખતે સાપના કરડતા પહેલા જ તેનો અહેસાસ થઈ જાય છે.

ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં રહેતા વિકાસ દૂબેને સાપ કરડવાની ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે. એક વાર નહિ પણ છ વખત સાપે વિકાસ દૂબેને ડંખ માર્યો. ત્યારે હવે સાપ ખુદ તેના સપનામાં આવ્યો હોવાનો વિકાસે દાવો કર્યો છે. તેણે જણાવ્યું કે જ્યારે સાપ નવમી વખતે મને ડંખ મારશે મને કોઈ બચાવી શકશે નહિ
છ વાર સર્પદંશનો ભોગ બનેલા વિકાસ દૂબેનો સાપ હવે સપનામાં પણ પીછો છોડી રહ્યો નથી. ફતેહપુરના રહેવાસી વિકાસ દૂબેને હવે સપનામાં પણ સાપ દેખાયો હતો. આ વખતે વિકાસના દૂબેના દાવાએ સૌને ચોંકાવી દીધા છે.
વિકાસ દૂબેએ જણાવ્યું કે સાપ મને હંમેશા શનિવાર અને રવિવારે જ ડંસ મારે છે.જ્યારે સાપ ત્રીજી વાર મને ડસ્યો એ જ રાત્રે સાપ મારા સપનામાં આવ્યો હતો. સાપે મને કહ્યું હતું કે હું તને નવ વાર ડંસ મારીશ. આઠમી વાર સુધી તું બચી શકીશ. પરંતુ નવમી વાર કોઈ શક્તિ, તાંત્રિક કે ડૉક્ટર બચાવી નહિ શકે. તને મારી સાથે લઈ જઈશ.
સર્પદંશથી પીડિત 24 વર્ષીય વિકાસ દૂબે ફતેહપુરના મલવા પોલીસ ક્ષેત્રના સૌરા ગામનો નિવાસી છે. વિકાસે જણાવ્યું કે અત્યાર સુધી 34 દિવસમાં 6 વાર સાપ મને ડંસ મારી ચુક્યો છે. દર વખતે સાપના કરડતા પહેલા જ તેનો અહેસાસ થઈ જાય છે. જ્યારે ત્રણ વાર સાપ મને કરડ્યો ત્યારે ડૉક્ટર અને મારા પરિવારના સભ્યોએ મને ઘરથી દૂર જવા જણાવ્યું. હું માસીના ઘરે અને મારા કાકાને ઘરે ગયો તો પણ સાપે મારો પીછો છોડ્યો નહિ અને મને ડંસ માર્યો.
આ સાથે જ વિકાસ દૂબેએ ઉત્તર પ્રદેશ સરકારને વિનંતી કરી છે કે મારું આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવે, જેથી મને કોઈ આર્થિક મદદ મળી શકે.
(7:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
