News of Thursday, 11th July 2024
જમ્મુમાં છેલ્લા ૩ વર્ષમાં એક જ પેટર્નથી આતંકી હુમલાઃ અમેરિકી રાઇફલ અને હેન્ડગ્રેનેડ વરસાવ્યા
સૌપ્રથમ રેકી કરતા અને તેમાં સ્થાનીક ગાઇડની મદદ લેતાઃ સૈન્ય વાહન પર હુમલા માટે સુમસામ સ્થળ અને ખતરનાખ વળાંક પસંદ કરતા

(સુરેશ ડુગર દ્વારા)તા.૧૧: છેલ્લા ત્રણ વર્ષો દરમિયાન જમ્મુ સંભાગના લગભગ તમામ જિલ્લાના સૈનિકોને લોહીથી લથપથ કરનાર આતંકીઓએ આ બધા હુમલામાં એક જેવી જ રણનીતિ અપનાવી છે. આ રણનીતિમાં પહેલા તેમણે હુમલાની જગ્યાની રેકી કરી હતી, જેમાં સ્થાનિક ગાઈડનો સહારો લીધો હતો અને પછી હેન્ડ ગ્રેનેટ નો વરસાદ કરી એમ-૪ અમેરિકી સ્નાઇપર રાઇફલોથી ગોળીઓ વરસાવી હતી.ᅠ
છેલ્લા ત્રણ વર્ષોમાં જમ્મુ સંભાગના રાજોરી, પૂંછ, ડોડા, ભદ્રવાહ, રિયાસી અને કઠુવાના મછેડીમાં સૈન્યના વાહનોને નિશાન બનાવી ૫૧ સૈનિકોને મોતને ઘાટ ઉતારવાના મામલાની તપાસ હવે એનઆઈએના હવાલે કરાય છે. આ તપાસમાં અધિકારીઓએ સંકેત આપ્યો છે કે ત્રણ વર્ષ પહેલા આતંકીઓએ જે રણનીતિ અપનાવી હતી તે હજી પણ તેને અપનાવી રહ્યા છે, જે જીવલેણ સાબિત થઈ રહી છે અને સુરક્ષા દળો તેનો કોઈ તોડ પણ કાઢી શક્યા નથી.
આ જિલ્લાઓમાં થયેલ આતંકી હુમલામાં આતંકીઓએ મોટાભાગે સૈન્ય વાહનોને તે સ્થાન પર પોતાનો નિશાન બનાવ્યો છે જે સુમસામ તથા ખતરનાક ટર્ન ઉપર હતા. જોકે આ અંગે હજી કોઈ સ્પષ્ટતા નથી કે આ લોકોને મદદ કરવા આતંકીઓએ સ્થાનિય સમર્થકો અને ગાઈડોને પણ સાથે રાખ્યા હતા કે નહીં.પણ એ માહિતી બહાર આવી રહી છે કે આ હુમલાને અંજામ દેવા માટે પાકિસ્તાની મૂળના આતંકીઓને તે સ્થાનીય આતંકીઓની મદદ જરૂર લીધી હતી જે હાલમાં બરાસ્ત નેપાલ થી પરત પ્રદેશમાં આવ્યા છે અથવા તો સરેન્ડર કર્યા બાદ છૂટ્યા છે.
અધિકારીઓના માનવા મુજબ મછેડીના તાજા હુમલામાં પણ આ પ્રકારની રણનીતિ અપનાવાય હતી અને તેવા જ હથિયારોનો પણ ઉપયોગ થયો હતો. મછેડી હુમલામાં પ્રયુક્ત એમ-૪ અમેરિકી સ્નાઈપર રાયફલ હજી સુધી પકડવામાં નથી આવી પણ જે વાહન ઉપર હુમલો થયો તેની સાથે ચાલી રહેલ બીજા સૈન્ય વાહન પર સવાર સૈનિકોએ દાવો કરેલ કે આતંકીઓએ સ્નાઈપર રાઈફલથી બંને વાહનોના ચાલકોને સૌથી પહેલા નિશાન બનાવ્યા હતા. બાદમાં હેન્ડ ગ્રેનેડ ફેંક્યા હતા.
એ વાત અલગ છે કે બીજા વાહન પર ફેંકવામાં આવેલ હેન્ડ ગ્રેનેડ ફૂટ્યો નહીં અને તેમાં સવાર જવાનોએ આતંકીઓનો મુકાબલો કરેલ જે થોડા સમય બાદ ગાયબ થઈ ગયા હતા. સુરક્ષા અધિકારી હવે આ રણનીતિનો તોડ શોધવાની કોશિશમાં લાગ્યા છે પણ સ્થાનીય ગાઈડો દ્વારા મળી રહેલ સમર્થન અને ભૌગોલિક પરિસ્થિતિઓના કારણે તેઓ વધુ કશુંᅠ ન કરી સકવા મજબૂર છે.
(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
