<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

નોઇડામાં પોલીસે એન્‍કાઉન્‍ટરમાં ૪ વોન્‍ટેડ આરોપીઓને પકડયા

૭ જુલાઇએ ફાયરીંગની ઘટનામાં સામેલ હતા

નોઇડા,તા. ૧૧: યુપીની ગ્રેટર નોઇડા પોલીસે ૪ બદમાશોને અથડામણ બાદ પકડી પાડયા છે. તમામે ૭ જુલાઇએ ફાયરીંગની એક ઘટનાને અંજામ આપ્‍યો હતો આ લોકોની ઓળખ ગૌરવ, સૌરભ, વિકેશ અને ગોંવીદના રૂપે થઇ છે. પોલીસે તેમની પાસેથી અવૈધ દારૂગોળો પણ પકડયો છે. થોડા દિવસ પહેલા ગામમાં ખંડેજને લઇને બે પક્ષો વચ્‍ચે વિવાદમાં મારપીટ બાદ ફાયરીંગની ઘટના બની હતી તે દિવસથી આ તમામ આરોપીઓ ફરાર હતા.

(3:30 PM IST)