તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Thursday, 11th July 2024
સુપ્રીમ કોર્ટમાં NEET પરીક્ષા અંગેની સુનાવણી મોકૂફ
આગામી સુનાવણી ૧૮ જુલાઇએ થશે : આજે સીબીઆઇએ દાખલ કર્યો રિપોર્ટ

નવી દિલ્હી તા. ૧૧ : NEET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટમાં આજે થનારી સુનાવણી મોકૂફ રાખવામાં આવી છે. હવે આગામી સુનાવણી ૧૮ જુલાઈએ થશે. સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની બેન્ચ દ્વારા ૮ જુલાઈના રોજ આ સંબંધમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આજે બીજી વખત CJI બેન્ચ આ કેસની સુનાવણી કરશે. છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે NTA, સરકાર, CBI અને વિદ્યાર્થીઓ પાસેથી આ મામલે કેટલાક સવાલોના જવાબ માંગ્યા હતા. ચારેય તરફથી જવાબ દાખલ કરાયા બાદ આજે ફરી સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. લગભગ ૨૪ લાખ ઉમેદવારોએ ફચ્ચ્વ્ પરીક્ષા આપી હતી. આવી સ્થિતિમાં, દરેકની નજર આ પરીક્ષા અને પરિણામ પરની સુનાવણી પર ટકેલી છે. હવે આજે થનારી સુનાવણી મોકૂફ રાખવામાં આવી છે.
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા તેના જવાબમાં સ્પષ્ટ કર્યું છે કે તે NEET પરીક્ષા ફરીથી યોજવાના પક્ષમાં નથી. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આપેલા સોગંદનામામાં કહ્યું છે કે તે નક્કી કરી રહી છે કે ૨૩ લાખ ઉમેદવારો પર ‘અનવેરિફાઇડ આશંકાઓ'ના આધારે ફરીથી પરીક્ષાનો બોજ લાદવામાં ન આવે.
NTAએ પણ સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો છે. NTAએ પોતાના સોગંદનામામાં કહ્યું છે કે પટનામાં કથિત પેપર લીક કેસમાં સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસની સાથે સીબીઆઈ પણ આ કેસની તપાસ કરી રહી છે. આ સિવાય NTA એ એફિડેવિટમાં જવાબ પણ આપ્યો છે કે મેરિટ લિસ્ટમાં ૭૨૦માંથી ૭૨૦ માર્કસ કેવી રીતે ૬૧ વિદ્યાર્થીઓએ મેળવ્યા.
(3:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
