<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

'ભોલેબાબા' મૈનપુરી આશ્રમમાં છુપાયા હોવાની આશંકા: દરવાજા પર લગાવાયા પડદા :પોલીસનું 24 કલાક રાઉન્ડ ક્લોક મોનિટરિંગ

પોલીસ અને પીએસીએ દ્વારા આશ્રમની આસપાસ રહીને સ્થિતિ પર ચાંપતી નજર

નવી દિલ્હી : હવે મીડિયાકર્મીઓ રામકુટીર આશ્રમના સુવર્ણ દરવાજામાંથી ડોકિયું કરીને અંદરનો નજારો જોઈ શકશે નહીં. આશ્રમની અંદર શું થઈ રહ્યું છે તે ગુપ્ત રાખવા માટે સુવર્ણ દ્વારની પાછળ કાપડનો પડદો મૂકવામાં આવ્યો છે. જેના કારણે આશ્રમની અંદર સૂરજ પાલ (નારાયણ સાકર વિશ્વ હરિ)ની હાજરી અંગેની અટકળોએ જોર પકડ્યું છે.

 બુધવારે પણ સૂરજ પાલના અનુયાયીઓનું આવવા-જવાનું ચાલુ રહ્યું હતું. પોલીસ અને પીએસીએ આશ્રમની આસપાસ રહીને સ્થિતિ પર ચાંપતી નજર રાખી હતી. 2 જુલાઈએ હાથરસમાં બનેલી ઘટના બાદ સૂરજ પાલ બિચવાન સ્થિત રામકુટિર આશ્રમ પહોંચી ગયો હતો. જે બાદ બાબા આશ્રમ છોડીને ચાલ્યા ગયા હોવાની અટકળો વહેતી થઈ હતી. પોલીસે બાબાના આશ્રમમાં હાજર ન હોવાનો પણ દાવો કર્યો હતો. જ્યારે સેવકોએ આશ્રમની અંદર બાબાની હાજરીની વાત કરી હતી.

(1:31 PM IST)