News of Thursday, 11th July 2024
લોકાયુકતની કર્ણાટકમાં કડક કાર્યવાહીઃ પ૬ સ્થળે દરોડા

બેંગ્લુરૂ તા. ૧૧: ભ્રષ્ટાચાર વિરોધી એજન્સી લોકાયુકતએ આજે સવારે કર્ણાટકમાં કેટલાય સરકારી અધિકારીઓના સ્થળો પર દરોડા પાડયા. એક અધિકારીએ જણાવ્યું કે લોકાયુકતએ આવકથી વધારે સંપતિના આરોપો અને ફરિયાદો અંગેના મામલાઓમાં દરોડાની કાર્યવાહી કરી છે. કુલ નવ જીલ્લાઓમાં ૧૧ મામલાઓમાં દરોડા પડાયા છ.ે
લોકાયુકતના ૧૦૦થી વધારે અધિકારીઓએ કલબુર્ગી, મધ્ય, દાવણગેરે, ચિત્રદૂર્ગ, ધારવાડ, બેલગાવી, કોલાર, મૈસૂર અને હાસનમાં દરોડાઓ પાડયા હતા. આવકથી વધારે સંપતિના ૧૧ કેસો બાબતે પ૬ સ્થળો પર એક સાથે દરોડાઓ પડાયા હતા.
જે અધિકારીઓને ત્યાં દરોડાઓ પડાયા છે તેમાં બેંગ્લોરના કેંગેરી ડીવીઝનના રાજસ્વ અધિકારી બસવારાજ માંગી, માંડયાના નિવૃત એન્જીનીયર શિવરાજૂ એસ., બેંગ્લોરના લઘુ સિંચાઇ વિભાગના નિવૃત ચીફ એન્જીનીયર એમ. રવીન્દ્ર અને ધારવાડના પરિયોજના ડાયરેકટર શેખર ગૌડા સામેલ છે.
બેલગાવીમાં આસીસ્ટંટ એકઝીકયુટીવ એન્જીનીયર મહાદેવ બન્નુર, એકઝીકયુટીવ એન્જીનીયર ડી. એચ. ઉમેશ, દાવણગેરેમાં વિજયન્ના, મૈસૂરમાં સુપ્રીન્ટેન્ડીંગ એન્જીનીયર મહેશ કે. હાસનમાં ગ્રેડ-૧ સચિવ એન. એમ. જગદીશ અને ચિત્રદુર્ગમાં સુપ્રીન્ટેન્ડીંગ એન્જીનીયર કે. જી. જગદીશને ત્યાં પણ દરોડાઓ પડાયા છે.
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
