<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

દુર્ઘટનાઓની જવાબદારી નિશ્ચિત થાય તો ગુનેગારોને સજા મળે

મેળાઓ અને ભીડભાડવાળા સ્‍થળોના સંચાલનની જવાબદારી લઈ શકે તેવી કોઈ વૈધાનિક સંસ્‍થા કે સત્તા નથી

 

મધ્‍યપ્રદેશ, રાજસ્‍થાન તેમજ છતીસગઢ સિવાયના અનેક રાજયોમાં આ પરિસ્‍થિતીના લીધે અનેક લોકો જીવ ગુમાવે છે

ભોપાલ તા. ૧૧ : મધ્‍યપ્રદેશ,રાજસ્‍થાન તેમજ છત્તીસગઢ જ નહીં દેશના વધુ પડતા રાજયોમાં કોઈ એવી કોઈ શક્‍તિશાળી સંસ્‍થા કે સત્તા નથી કે જે મેળા અને ભીડવાળા આયોજનો સ્‍થળોના પ્રબંધન અને વિનિયમન માટે કાર્ય કરી શકે. આ કારણે આયોજકોની કાયદાકીય રૂપથી જવાબદારી નક્કી થઇ શકતી નથી. રાજસ્‍થાનમાં મેહરાનગઢ દુર્ઘના બાદ પ્રભાવી કાયદો બનાવાની વાત ઉઠી. અગાઉની સરકારે રાજસ્‍થાન રાજય મેળો પ્રાધિકરણ વિધેયક ૨૦૨૩ પસાર પણ કરી દેવામાં આવ્‍યું. પરંતુ વિરોધનાં કારણે લાગુ કરવામાં આવ્‍યું નથી. નવી સરકારે તેમનું વલણ સ્‍પષ્ટ કર્યું નથી. એક્‍ટમાં આયોજકોને એક મહિના પહેલા સંમતિ માટે અરજી કરવા તેમજ નિયમોના ઉલ્લંઘન પર જવાબદારોને સજા કરવાની પણ જોગવાઈ હતી.

તે લાગુ થયું તો પ્રવેશ નિકાસ, પાર્કિંગ, અગ્નિ સુરક્ષા, જીવન સુરક્ષાની યોગ્‍ય વ્‍યવસ્‍થા બાદ જ આયોજન કરવામા આવશે. મધ્‍યપ્રદેશમાં આવા આયોજન સ્‍થળો પર દુર્ઘટના રોકવા માટે વિવિધ કાયદો અથવા વૈધાનિક પ્રાધિકરણ નથી. સંબંધિત જિલ્લા કલેક્‍ટર અને એસપીને સુરક્ષા વ્‍યવસ્‍થાની યોજના અમલમાં લાવવાનીᅠહોય છે. છત્તીસગઢમાં પણ આ જ પરિસ્‍થિતિ છે.ᅠ

રાજસ્‍થાનમાં પુષ્‍કર મેળામાં. ટોંક જિલ્લમાં દિગ્‍ગી કલ્‍યાણ પદયાત્રા, ખાટુશ્‍યામના ફાલ્‍ગુની મેળો તેમજ રામદેવરાના ભાદવામાᅠભીડ, અલ્‍વરમાં ભગવાન જગન્નાથ રથયાત્રા અને કારની માતાના મેળામાં, બેનેશ્વર ધમમાં આદિવાસીઓના મહાકુંભમાં લાખોની ભીડ એકત્રિત થાય છે.

મધ્‍યપ્રદેશમાં ઉજ્જેનનાᅠમહાકાલેશ્વર મંદિરમાં, ઈન્‍દોરના ગણેશ મંદિરમાં, બાગેશ્વર ધામ, દતિયા, મેહરના શારદા મંદિરમાં પણ લાખોની ભીડ જમા થાય છે.

(11:53 AM IST)