News of Thursday, 11th July 2024
નાના રોકાણકારો માટે F&O ટ્રેડિંગ મોંઘુ થશે
સેબી લોટ સાઇઝ સાથે માર્જિન વધારી શકે છે

મુંબઈ નાના રોકાણકારો માટે આગામી દિવસોમાં ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) ટ્રેડિંગ મોંઘું થઈ શકે છે. માર્કેટ રેગ્યુલેટર સેબી F&O ટ્રેડિંગ માટે લોટ સાઈઝ સાથે માર્જિન વધારી શકે છે. વાસ્તવમાં, F&O સેગમેન્ટમાં સતત વધી રહેલા વોલ્યુમ અને નાના રોકાણકારોની વધતી જતી હિસ્સેદારીએ માર્કેટ રેગ્યુલેટર સેબીને ચિંતા કરી છે. નાના રોકાણકારોને F&O ટ્રેડિંગમાં સંભવિત નુકસાનથી બચાવવા માટે, સેબીએ નિષ્ણાત સમિતિની રચના કરી હતી, જેણે તેની ભલામણો સેબીને સુપરત કરી છે.
સેબી દ્વારા ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ પર રચવામાં આવેલી સેકન્ડરી માર્કેટ એડવાઇઝરી કમિટી (SMSC)ની ભલામણો પર વિચારણા કરવા માટે ૧૫ જુલાઈ એટલે કે આગામી સોમવારે એક બેઠક યોજવામાં આવશે. રિટેલ રોકાણકારો માટે લીવરેજ અને વોલેટિલિટી ઘટાડવાનાં પગલાં પર વિચાર કરવા માટે આ સમિતિની રચના કરવામાં આવી હતી. એસએમએસસીમાં સેબીના અધિકારીઓની સાથે સ્ટોક એક્સચેન્જ, બ્રોકરેજ ફર્મ અને બ્રોકર એસોસિએશનનો સમાવેશ થાય છે. કમિટીએ F&O માં ફેરફારની દરખાસ્ત કરી છે. તેનો અમલ કરવો કે નકારવો તે અંગેનો નિર્ણય ૧૫ જુલાઈએ લેવામાં આવશે. સમિતિએ લીવરેજ અંગે સૂચનો પણ આપ્યા હતા અને રોકાણકારો પાસેથી અપફ્રન્ટ પ્રીમિયમ વસૂલવાની ભલામણ કરી હતી.
હાલમાં, બ્રોકર્સ એક્સચેન્જોને અપફ્રન્ટ પ્રીમિયમ ચૂકવે છે. તેઓ રોકાણકારો વતી બ્રોકર્સ સાથે મૂકવામાં આવેલા કોલેટરલના આધારે લીવરેજ દ્વારા અપફ્રન્ટ માર્જિન પ્રદાન કરે છે. સેબી સીધા રોકાણકારો પાસેથી અપફ્રન્ટ પ્રીમિયમની રકમ ચૂકવવાનું વિચારી શકે છે. ઓપ્શન્સ સેગમેન્ટ... સેબીના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે ઓપ્શન્સ પ્રીમિયમ ટર્નઓવર ૨૦૧૮માં રૂ. ૪.૫ લાખ કરોડથી વધીને ૨૦૨૪માં રૂ. ૧૪૦ લાખ કરોડ થયું છે. આ સમયગાળા દરમિયાન કુલ ડેરિવેટિવ્ઝ ટર્નઓવર રૂ. ૨૧૦ લાખ કરોડથી વધીને રૂ. ૫૦૦ લાખ કરોડ થયું છે. ઉપરાંત, છેલ્લા છ વર્ષમાં, ઓપ્શન ટ્રેડિંગમાં વ્યક્તિઓનો હિસ્સો ૨% થી વધીને ૪૧્રુ થયો છે.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
