<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

મંગળ પર યુધ્‍ધ ફાટી નીકળશે... દુનિયાનો અંત આવશે

બાબા વેંગાની નવી ભવિષ્‍યવાણી રૂંવાડા ઉભા કરી દેશે : વર્ષ ૨૦૨૩માં બાબા વેંગા દ્વારા કરવામાં આવેલી ભવિષ્‍યવાણી સાચી પડી હતી : હવે તેમના દ્વારા ૨૦૨૫ અને આવનારા કેટલાક વર્ષો માટે ભવિષ્‍યવાણી કરવામાં આવી છે : તમે પણ જાણો આ ભવિષ્‍યવાણી શું છે

નવી દિલ્‍હી તા. ૧૧ : ચોક્કસ ભવિષ્‍યવાણીઓ જણાવવા માટે જાણીતા બુલ્‍ગારિયાના બાબા વેંગાની ઘણી ભવિષ્‍યવાણીઓ સાચી પડી ચૂકી છે. તેમાંથી એક વર્લ્‍ડ ટ્રેડ સેન્‍ટર પર હુમલાની હતી. વર્ષ ૨૦૨૩માં પણ બાબા વેંગાએ કરેલી ભવિષ્‍યવાણીઓ સાચી પડી હતી. હવે તેમની ૨૦૨૫ અને આવનારા કેટલાક વર્ષની ભવિષ્‍યવાણી સામે આવી છે. આ ભવિષ્‍યવાણી વાંચી તમારા રૂંવાડાં ઊભા થઈ જશે.

નોંધનીય છે કે વેંગેલિયા પાંડેવા ગુશટેરોવા, જેને બાબા વેંગાના નામથી ઓળખવામાં આવે છે, એક નેત્રહીન બુલ્‍ગેરિયાઈ રહસ્‍યવાદી હતા. તેમનું મૃત્‍યુ ૧૯૯૬માં ૮૫ વર્ષની ઉંમરે થયું હતું. તેમના મૃત્‍યુબાદ પણ વિશ્વભરના લોકો તેમના દ્વારા કરવામાં આવેલી ભવિષ્‍યવાણીઓ પ્રત્‍યે આકર્ષિત છે. ‘બાલ્‍કન્‍સનો નોસ્‍ટ્રાડેમસ' કહેવાતા બાબા વેંગાએ દાવો કર્યો હતો કે તેમણે ૧૨ વર્ષની ઉંમરે પોતાની દ્રષ્ટિ ગુમાવી દીધી હતી અને પછી તેમાં ભવિષ્‍યવાણી કરવાનો દ્રષ્ટિ વિકસિત થઈ હતી.

માર્કા.કોમ અનુસાર બાબા વેંગાની સૌથી મુખ્‍ય ભવિષ્‍યવાણી ૧૧ સપ્‍ટેમ્‍બર ૨૦૦૧ના ન્‍યૂયોર્કના ટ્‍વિન ટાવર્સ પર હુમલો થયો હતો.(૨૧.૫)

બાબા વેંગાની મુખ્‍ય ભવિષ્‍યવાણીઓ આ પ્રકારે છે

૨૦૨૫ : યુરોપમાં એક મોટા સંઘર્ષને કારણે મહાદ્વીપની જનસંખ્‍યામાં ઉલ્લેખનીય કમી આવશે.

૨૦૨૮  : માનવતા ઉર્જાના નવા સ્ત્રોતને શોધવાના પ્રયાસમાં શુક્ર ગ્રહ પર પહોંચશે.

૨૦૩૩  : ધ્રુવીય બરફ ઓગળવાથી દરિયાની સપાટીમાં નોંધપાત્ર વધારો થશે.

૨૦૭૬ : સામ્‍યવાદ વૈશ્વિક સ્‍તરે પાછો ફરશે.

૨૧૩૦  : બહારની દુનિયાની સંસ્‍કૃતિઓ સાથે સંપર્ક.

૨૧૭૦ : વૈશ્વિક દુષ્‍કાળ.

૩૦૦૫ : મંગળ પર યુદ્ધ.

૩૭૯૭ : પૃથ્‍વીનો વિનાશ, જેના કારણે માનવતા સૌરમંડળની અંદર કોઈપણ અન્‍ય ગ્રહની મુલાકાત લઈ શકશે.

૫૦૭૯  : વિશ્વનો અંત.

(10:23 AM IST)