News of Thursday, 11th July 2024
૨૦૦ કરોડ મની લોન્ડ્રિંગ મામલે જેક્લીનને ફરી EDનું આવ્યું તેડું
જેકલીન ફર્નાન્ડીઝના ED ઓફિસના ચક્કર હજુ પણ ચાલુ છે

નવી દિલ્હી તા. ૧૧ : ૩૮ વર્ષીય જેકલીન ફર્નાન્ડીઝ લાંબા સમયથી સુકેશ સાથેના સંબંધમાં નેગેટિવ રીતે ચર્ચામાં રહી છે. સુકેશ ચંદ્રશેખર સાથે ૨૦૦ કરોડ રૂપિયાના મની લોન્ડ્રિંગ કેસમાં EDએ ૧૦ જુલાઈ બુધવારના રોજ ફરીવાર પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. EDની નોટીસ મળતા જેકલીન પૂછપરછ માટે ED ઓફિસ પહોંચી હતી.
ED દ્વારા દિલ્હી હાઇકોર્ટમાં કરેલી દલીલ અને સબમિટ કરેલી ચાર્જશીટમાં જણાવ્યું હતું કે, ૨૦૨૨માં સુરેશ દ્વારા કરવામાં આવતા મની લોન્ડ્રિંગ મામલે જેકલીનને તમામ પ્રકારની માહિતી હતી. આ કેસને લઈને જેકલીનની અવાર નવાર ED દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.
મની લોન્ડ્રિંગ મામલો બહાર આવતા EDએ સુકેશ અને જેકલીન વિરૂદ્ધ ચાર્જશીટ ફાઈલ કરી હતી. આ મામલે જેકલીન પર પણ આરોપ હતા કે સુકેશ દ્વારા ભૂતપૂર્વ હેલ્થ કેર પ્રમોટર શિવિન્દર સિંહની પત્ની પાસેથી કથિક રીતે ૨૦૦ કરોડ રૂપિયા પડાવી લેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ મામલે જેકલીનને પણ ફાયદો થયો હોવાનું સામે આવ્યું હતું. આ મામલે ED દ્વારા જેકલીનની વારંવાર પૂછપરછ અને તપાસ કરી ચૂક્યું છે. જેકલીને ED સામે સુરેશ સાથેના સંબંધોનો સ્વીકાર કર્યો હતો.
આ મામલે વર્ષ ૨૦૨૧માં આ કેસમાં એક્ટ્રેસની પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન જેકલીને જણાવ્યું કે સુકેશ ચંદ્રશેખરે મને ત્રણ ડિઝાઈનર બેગ, જીમમાં પહેરવા માટે બે ગુચ્ચી ડ્રેસ, મોધા જૂતા, સુપર લક્ઝરી બ્રાન્ડની બ્રેસલેટ, કંગન, રોયલ અને ડાયમંડના ઈયરરિંગ સાથે ઘણી ગિફટ આપવામાં આવી છે. ચાર્જશીટ પ્રમાણે સુકેશે પણ સ્વીકાર્યું હતું કે જેકલીન સાથેની મિત્રતા હોવાથી કરોડોના ઘણા ગિફટ આપ્યા છે.
(10:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
