<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

''પ્રેમ ના ફુલો''

     આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૭ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

  સ્થળઃ

ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

નાસ્તિકતામાં હજી ઊંડા ઊતરો

,

મારા  પ્રિયા,

 

પ્રેમ. નાસ્કિતકતા આસ્તિકતાની પહેલી સીડી છે.

અને અનિવાર્ય

જેને નાસ્તિકતાનો અગ્નિ નથી જાણ્યો, તે આસ્તિકતાના પ્રકાશને

પણ નહીં જાણી શકે

અને જેના પ્રાણોમાં 'નહી' કહેવાનું સામર્થ્ય નથી, તેની 'હા' હંમેશા જ

અનિવાર્ય હોય છે.

એટલા માટે, હું આપના નાસ્તિકપણથી આનંદિત છું.

એવો આનંદ ફકત તેને જ થઇ શકે છે, જેણે આસ્તિકતાને જાણી છે.

બસ, એટલું જ કહીશ કે નાસ્કિતકતામાં હજી ઊંડા ઊતરો.

ઉપર ઉપરથી કામ નહીં ચાલશે.

વિચારો જ નહીં- નાસ્તિકતાને જીવો પણ.

એવું જીવવું જ અંતે આસ્તિકતા પર લઇ જાય છે.

નાસ્તિકતા નિષ્કર્ષ નથી.

ફકત સંદેહ છે.

સંદેહ શુભ છે પરંતુ અંત નથી

વસ્તુતઃ તે! સંદેહ શ્રધ્ધાની શોધ છે.

સંદેહથી જ સત્યની યાત્રા શરૂ થાય છે.

અને, સંદેહ સાધના છે.

કારણ કે અંતે સંદેહ જ નિસંદિગ્ધ સત્યનું ઉદ્ઘાટન

 કરે છે.

સંદેહના બીજમાં શ્રધ્ધાનું વૃક્ષ છુપાયેલું છે.

સંદેહને જે વાવે છે શ્રમથી,તે  નકકી જ શ્રધ્ધાનો પાક મેળવે છે.

અને ધર્મોથી ઉચિત જ છે કે સાવધાન રહોઃ કારણ કે તેના સિવાય

ધર્મના માર્ગમાં બીજી કોઇ બાધા નથી.

(10:01 AM IST)