તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Thursday, 11th July 2024
ઓનલાઇન એક લાખ સુધીના ખર્ચની ચુકવણી કરનારે IT રિટર્ન ભરવું પડશે
આઇટી રિટર્ન નહીં ભરનારને ઇન્કમટેક્સ વિભાગ નોટિસ મોકલશે : ૨૫ હજારથી વધુ ટીડીએસ કપાયુ હોય તેવા કિસ્સામાં પણ રિટર્ન ભરવાનું રહેશે

મુંબઇ,તા.૧૧: ઇન્કમટેક્સ રિટર્ન નહીં ભરનારાઓને નોટિસ આપવા સહિતની કામગીરી કરવામાં આવતી હોય છે. જોકે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કરદાતાઓની રજેરજની વિગતો મળી રહે તે પ્રમાણેની વ્યવસ્થા કરી હોવાના લીધે જે પણ કરદાતાએ નિયમ પ્રમાણે આઈટી રિટર્ન ભરવાનું હોય છતાં પણ રિટર્ન ભરવામાં નહીં આવે તો તેને નોટિસ આપીને તેનો ખુલાસો પૂછવામાં આવશે. જોકે તેની આવક ઓછી હોવા છતાં નીલ રિટર્ન પણ ફાઇલ કરવું પડશે.
૨૬ એઆઇએસ હેઠળ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા બેંકની વિગતો, મ્યુચ્યુઅલ ફંડ, એફડી, ૫૦ હજારથી વધુની કરવામાં આવેલી ખરીદી, ઓનલાઈન એક લાખથી વધુ રકમની સમગ્ર વર્ષ દરમિયાન કરવામાં આવેલી ચુકવણી, ૨૫ હજારથી વધુ ટીડીએસ કપાયો હોય તેવા કિસ્સામાં કરદાતાએ ફરજિયાત ઈન્કમટેક્સ રિટર્ન ભરવાનું હોય છે. જોકે તેઓની આવક ૨.૫૦ લાખ કરતાં ઓછી હોવા છતાં તેઓ દ્વારા રિટર્ન ફાઇ લ કરવામાં નહીં આવે તો નોટિસ મળવાની શક્યતા રહેલી છે, કારણ કે આઈટી પાસે કરદાતાના આધારકાર્ડ અને પાનકાર્ડના આધારે તમામ વિગતો છેલ્લા ત્રણેક વર્ષથી એકત્ર કરવામાં આવી રહી છે. આ વિગતોના આધારે કરદાતાએ નીલ રિટર્ન ફાઇલ કરવાનું હોય છતાં પણ રિટર્ન ભરવામાં નહીં આવે તો ઈન્કમટેક્સ વિભાગ દ્વારા નોટિસ મોકલીને ખુલાસો પૂછશે. જેથી
કરદાતા દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન કરવામાં આવેલા વ્યવહારોથી પૂરતી ચકાસણી કરીને રિટર્ન ફાઇલ કરવાનો નિર્ણય લેવો જોઈએ. જેથી આગામી દિવસોમાં ઈન્કમટેક્સની કાર્યવાહીથી બચી શકાય.
આ અંગે ટેક્સ કન્સલ્ટન્ટ નારાયણ શર્માએ જણાવ્યું હતું કે કરદાતાની આવક ૨.૫૦ લાખ કરતાં ઓછી હોવા છતાં ઇન્કમટેક્સ દ્વારા નક્કી કરાયેલા નિયમોમાં સમાવેશ થયો હોય તો તે કરદાતાએ ફરજિયાત રિટર્ન ફાઇલ કરવાનું રહેશે. જોકે કરદાતા દ્વારા એક પણ રૂપિયાનો ટેક્સ ભરપાઈ નહીં કરે તેમ છતાં રિટર્ન તો ફાઈલ કરવું પડશે. તેમાં કરદાતાએ ચૂક કરી તો વિભાગ તેને નોટિસ મોકલીને ખુલાસો પણ પૂછી શકે છે.
(9:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
