<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

બદ્રીનાથ હાઈવે પર ભૂસ્ખલન:માત્ર 20 સેકન્ડમાં જ જમીન પર ધસી પડ્યો વિશાળકાય પહાડ : જુઓ વીડિયો

ભૂસ્ખલનના કારણે હાઈવે ઘણું નુકસાન: પહાડ તૂટવાને કારણે ધૂળનું વાદળ બન્યું:નજરે જોનારા યાત્રિકો ગભરાઈ ગયા

 


ટ્વિટર લિંક

https://twitter.com/SachinGuptaUP/status/1810966031856275544

ઉત્તરાખંડમાં મોનસૂનનો વરસાદ આફત બનીને પડી રહ્યો છે. ઋષિકેશ-બદ્રીનાથ નેશનલ હાઈવે પર પાતાલગંગા પાસેના પહાડમાં ભૂસ્ખલનના કારણે રસ્તો બંધ થઈ ગયો છે. પહાડ પરથી મોટા મોટા પથ્થરો પડવાથી યાત્રિકો મુશ્કેલીમાં ફસાયા હતા. બદ્રીનાથ હાઈવે પર મંગળવારે પણ જોશીમઠ પાસે ભૂસ્ખલન થયું હતું. ભૂસ્ખલનના કારણે બદ્રીનાથ ધામના દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓ અને દર્શન કરીને પરત ફરતા તીર્થ યાત્રિકો ફસાયા હતા.

જો કે રાહતની વાત એ છે કે ભૂસ્ખલનના કારણે કોઈ જાનહાની થઈ ન હતી. બદ્રીનાથ હાઈવે પર બુધવારે બપોરે 12-40 વાગ્યા પાતાલગંગા પાસે અચાનક ઊંચી પહાડી ધસી પડી હતી. પહાડનો એક ભાગ તૂટવાને કારણે મોટા મોટા બોલ્ડર, પથ્થર અને કાટમાળ રસ્તા પર આવી પડ્યો હતો.

ભૂસ્ખલનના કારણે હાઈવે ઘણું નુકસાન થયું છે. પહાડ તૂટવાને કારણે ધૂળનું વાદળ બન્યું હતું જેને નજરે જોનારા યાત્રિકો ગભરાઈ ગયા હતા. રાહતની વાત એ છે કે ભૂસ્ખલનના કારણે એક પણ ગાડી કે યાત્રી તેની ઝપેટમાં આવ્યા ન હતા. છેલ્લાં બે દિવસથી જોશીમઠમમાં વાતાવરણ સાફ હોવાથી ભારે ભૂસ્ખલન થઈ રહ્યું છે. જિલ્લા આપદા પ્રબંધન અધિકારીએ જણાવ્યું કે પાતાલગંગા અને જોશીમઠ પાસે હાઈવે પર પડેલા બોલ્ડરો અને પથ્થરોને હટાવવાનું કામ ચાલુ છે.

પહાડોમાં છેલ્લાં કેટલાંક દિવસથી વરસાદ બાદ પહાડ ધસી રહ્યો છે. એક તરફ જ્યાં છેલ્લાં 40થી વધુ કલાકથી જોગીધારા નજીક જમીન ધસવાથી બદ્રીનાથ હાઈવે બંધ છે જેના કારણે યાત્રિકોની મુશ્કેલી વધી ગઈ છે. પાતાલગંગાની પાસે મોટા પ્રમાણમાં કાટમાળ આવવાથી બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પણ બંધ થઈ ગયો છે. પાતાલગંગા પાસે જ્યાં જમીન ધસી છે ત્યાં ઓલ વેધર સડક પ્રોજેક્ટ દ્વારા ઓપન ટનલ પણ બનાવવામાં આવી છે.


 

(12:44 AM IST)