તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 6th July 2024
નવા કાયદાઓ પાર્ટ ટાઇમરોએ તૈયાર કર્યા મહત્વના કાયદાઓ લો કમિશનના રેફરન્સ વગર પસારઃ પી ચીદંબરમ

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહપ્રધાન અને કોંગ્રેસ નેતા પી ચીદંબરે નવા ફોજદારી કાયદાઓ પર સંસદીય પેનલની ચર્ચા દરમ્યાન પોતાની અસંમતિ દર્શાવી હતી. તેમણે ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષી અધિનિયમની સમસ્યા વિષે બોલતા કહયું કે, નવા ફોજદારી કાયદાઓના હિંદી નામો અંગે ચિંતા છે. યુપીએ હજુ પણ અસ્તિત્વમાં હોવા છતાં આતંકવાદ વિરોધી કાયદાનો સમાવેશ યોગ્ય નથી.
તેમણે કહયું કે, આઇપીસીએ મુળ કાયદો છે જે સંભવિત અસર ધરાવે છે. પ્રક્રિયાગત કાયદાઓ પેન્ડીંગ કેસોને લાગુ પડે છે. સીઆરપીસી, પુરાવા અધિનિયમ બન્ને પ્રક્રિયાગત છે. તો આ બન્નેમાંથી શું લાગુ પડશે તેનો સરકારે જવાબ આપવો જોઇએ
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
