તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
યુપીમાં ૧ લાખના ઈનામી કુખ્યાત ગુનેગારનું એન્કાઉન્ટર
AK-૪૭ અને પિસ્તોલ કબ્જે કરાયાઃમૃતક સુમિત સિંહ ઉર્ફે મોનુ ચવન્ની મઊ જિલ્લાના સરાયલખંસીના નરઈ એમિલિયાનો રહેવાસી હતો

જૌનપુર, તા.૨
યુપીના જૌનપુરમાં બદલાપુરની શાહપુર ગૌશાળા પાસે મંગળવારે સવારે થયેલા એક્નાઉન્ટર દરમિયાન એક બદમાશને માથામાં ગોળી વાગતા માર્યો ગયો છે. જ્યારે તેના સાગરિતો અંધારાનો લાભ લઈને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. મૃતક ગુનેગારની ઓળખ કુખ્યાત ૩૫ વર્ષીય ગુનેગાર સુમિત કુમાર સિંહ ઉર્ફે મોનુ ચવન્ની તરીકે થઈ છે, જે મઊ જિલ્લાના સરાયલખંસીના નરઈ એમિલિયાનો રહેવાસી છે. તેના પર ૧ લાખ રૃપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. પોલીસને સ્થળ પરથી AK-47 રાઈફલ, ૯ MM પિસ્તોલના શેલ અને કારતુસ મળી આવ્યા છે. ઓળખ બાદ, પોલીસ કુખ્યાત સુમિત કુમાર સિંહ ઉર્ફે મોનુ ચવન્નીનો ગુનાહિત ઈતિહાસ એકત્રિત કરી રહી છે.
મળેલી કડીઓના આધારે, STF, બદલાપુર પોલીસ સ્ટેશન અને SWATની સંયુક્ત ટીમે વારાણસી લખનઉ નેશનલ હાઈવે પર બદલાપુરના સરોખનપુરમાં શંકાસ્પદ વાહનો અને વ્યક્તિઓની તપાસ કરવાનું શરૃ કર્યું. આ દરમિયાન પુરપાટ ઝડપે આવતી બોલેરોને રોકવાનો ઈશારો કરવામાં આવ્યો, પરંતુ કારમાં સવાર બદમાશો એ પોલીસ ટીમ પર ગોળીબાર કરતા શાહગંજ રોડ પર ભાગવા લાગ્યા. પોલીસ ટીમે તેમનો પીછો કર્યો.
બદમાશોએ લગભગ ચાર કિલોમીટર દૂર શાહપુરમાં પીળી નદીન પુલ પરથી બોલેરોને દુગૌલી ખુર્દ તરફ વાળી લીધી. શાહપુરમાં જ ગૌશાળા પાસે બોલેરો કાદવમાં ફસાઈ ગઈ. આ દરમિયાન ચારેબાજુથી ઘેરાઈ ગયા હોવાથી બદમાશો બોલેરોમાંથી નીચે ઉતર્યા અને પોલીસ ટીમ પર ગોળીબાર કરતા ભાગવા લાગ્યા. જવાબી ગોળીબારમાં એક બદમાશને માથામાં ગોળી વાગી. જ્યારે તેના સાથીઓ ભાગવામાં સફળ રહ્યા. પોલીસને સ્થળ પરથી AK-૪૭ રાઈફલ, ૯ MM પિસ્તોલ, શેલ અને કારતુસ મળી આવ્યા છે.
(7:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
