<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

લોકસભામાં નરેન્દ્રભાઈના ભાષણ દરમિયાન વિરોધ પક્ષ દ્વારા ભારે સૂત્રોચ્ચાર ચાલુ: અધ્યક્ષ ઓમ બિરલા, રાહુલ ગાંધી ઉપર ભારે ગુસ્સે થઈ ગયા: કહ્યું, આ તમને શોભતું નથી, ગૃહની ગરિમા જાળવો

લોકસભામાં નરેન્દ્રભાઈનું ભાષણ ચાલુ: પ્રવચન દરમિયાન વિરોધ પક્ષ દ્વારા 'ન્યાય દો'ના પ્રચંડ નારાઓ લાગતા રહ્યા છે.. રાહુલ ગાંધીના ૧૦૦ મિનિટના ભાષણના એક એક મુદ્દાનો નરેન્દ્રભાઈ જવાબ આપી રહ્યા છે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રવચન દરમિયાન વિરોધ પક્ષોને ધમાલ કરવા માટે કહી રહેલા રાહુલ ગાંધી ઉપર અધ્યક્ષ ઓમ બિરલા ગુસ્સે થઈ ગયા હતા. તેમણે કહેલ કે "વિપક્ષના નેતા, તમે ગરીમા તોડવા માંગો છો ? આ તમને શોભતું નથી. તમને પુષ્કળ સમય આપવામાં આવ્યો હતો. નહીં.. નહીં.. આ બરાબર રીતભાત નથી. તમારે સંસદની અંદર, તમારી ગરિમા જાળવવી જોઈએ.

(6:40 PM IST)