<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

વોટ્‍સએપે ભારતમાં ૬૬ લાખ એકાઉન્‍ટ પર મૂકયો પ્રતિબંધ

નવા IT રૂલ્‍સ ૨૦૨૧ હેઠળ સોશિયલ મિડિયા પ્‍લેટફોર્મે ભારતમાં આ કાર્યવાહી કરી

નવી દિલ્‍હી, તા.૨: વોટ્‍સએપે ફરી એક વાર લાખ્‍ખો ભારતીય યુઝર્સના અકાઉન્‍ટ્‍સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. મેટા (Meta)ના ઇન્‍સ્‍ટન્‍ટ મેસેજિંગ પ્‍લેટફોર્મે મે મહિનામાં આકરી કાર્યવાહી કરી છે. નવા IT રૂલ્‍સ ૨૦૨૧ હેઠળ સોશિયલ મિડિયા પ્‍લેટફોર્મે ભારતમાં આ કાર્યવાહી કરી છે, જેમાં ૧.૫૫ લાખ અકાઉન્‍ટ્‍સને કોઈ યુઝર દ્વારા રિપોર્ટ કરવા પહેલાં બ્‍લોક કરી દેવામાં આવ્‍યા છે.

કંપનીએ કન્‍થ્‍લી કમ્‍પ્‍લાયન્‍સ રિપોર્ટમાં જણાવ્‍યું હતું કે નવા IT નિયમ ૨૦૨૧ હેઠળ મે મહિનામાં ૧૩,૩૬૭ ગ્રિવાન્‍સ રિપોર્ટ કરવામાં આવ્‍યા હતા. ભારતમાં ૫૫ કરોડથી વધુ યુઝરબેઝ રાખનારું મેસેજિંગ પ્‍લેટફોર્મે જણાવ્‍યું હતું કે ૧૩,૦૦૦થી વધુ ગ્રિવાન્‍સમાં રેકોર્ડ ૩૧ ગ્રિવાન્‍સ પર પગલાં લીધાં હતાં. એ એક્‍શનનો અર્થ છે કે વોટ્‍સએપે આ ગ્રિવાન્‍સને ખતમ કરવા માટે કાર્યવાહી કરી છે. કંપની ગ્રિવાન્‍સ એપેલેટ કમિટી તરફથી ઓર્ડર મળ્‍યા છે. આમ વોટ્‍સએપે ભારતમાં ૬૬ લાખ એકાઉન્‍ટ પર પ્રતિબંધ મૂકયો છે. 

વોટ્‍સએપે આશ્વસ્‍ત કર્યું હતું કે કંપની ભારતમાં પગલાં લેતી વખતે યુઝરનાં હિતોને લઈને પારદર્શી છે. ભવિષ્‍યના કમ્‍પ્‍લાયન્‍સ રિપોર્ટમાં પણ એ પારદર્શિતા રાખશે. આ પહેલાં કંપનીએ એપ્રિલ, ૨૦૨૪માં કુલ ૭૧ લાખ ભારતીય યુઝર્સના એકાઉન્‍ટ બેન કર્યા હતા. એપ્રિલમાં મેસેજિંગ એપને કુલ ૧૦,૫૫૪ ગ્રિવાન્‍સ એટલે કે ફરિયાદ મળી હતી. એપ્રિલમાં એમાંથી રેકોર્ડ ૧૧ ફરિયાદો પર પગલાં લેવામાં આવ્‍યાં હતા.

વોટ્‍સએપ એકાઉન્‍ટ કેમ થાય બંધ?

વોટ્‍સએપ કે કોઈ પણ સોશિયલ મિડિયા પ્‍લેટફોર્મ કોઈ પણ યુઝરનું અકાઉન્‍ટ કંપનીની પોલિસી પર ખરું ના ઊતરે, ત્‍યારે તેના પર કંપની પ્રતિબંધ મૂકી શકે છે. આ સિવાય અકાઉન્‍ટથી અફવા ફેલાવવા, છેતરપિંડી કરવામાં રચ્‍યાપચ્‍યા રહેવા પર કે અન્‍ય કોઈ પોલિસીના ઉલ્લંઘન પર એકાઉન્‍ટ પર પ્રતિબંધ મુકાઈ શકે છે.

(5:14 PM IST)