<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

એક ચાવાળો દેશનો ત્રીજી વખત વડાપ્રધાન બન્‍યો એ જાણીને કોંગ્રેસને પેટમાં દુઃખાવો ઉપડયો

NDA સંસદીય પક્ષની બેઠકને સંબોધન

નવી દિલ્‍હી તા. ૨ : સંસદની કાર્યવાહી શરૂ થતા પહેલા એનડીએ સંસદીય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાંસદોને સંબોધતા પીએમ નરેન્‍દ્ર મોદીએ કહ્યું કે તમે લોકો સારું વર્તન કરો. તેમણે કહ્યું કે કોંગ્રેસના લોકો હેરાન છે કે એક ચા વેચનાર ત્રીજી વખત વડાપ્રધાન કેવી રીતે બન્‍યો. રાહુલ ગાંધીના વર્તનને ખોટું ગણાવતા તેમણે એનડીએના સાંસદોને અપીલ કરી છે કે તેઓ તેમના જેવું વર્તન ન કરે પરંતુ સારું વર્તન રાખે. તેમણે કહ્યું કે તમે લોકો વાંચીને આવો અને કોઈપણ મુદ્દા પર વિગતવાર વાત કરો.

આટલું જ નહીં એનડીએની બેઠકમાં પીએમ મોદીએ સાંસદોને સૂચન કર્યું કે તેઓ પીએમ મ્‍યુઝિયમની મુલાકાત લે અને ત્‍યાંની પાછલી સરકારોના કામકાજ વિશે પણ જાણે. તેમણે કહ્યું કે સાંસદોએ તેમના વિસ્‍તારમાં જનતા સાથે જોડાયેલા રહેવું જોઈએ અને તેમને કેન્‍દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓ વિશે માહિતી આપવી જોઈએ. આ સિવાય વડા પ્રધાને NDA સાંસદોને સલાહ આપી હતી કે તેઓ કોઈને કોઈ ક્ષેત્રમાં કુશળતા પ્રાપ્ત કરે. જેમ કે કોઈ પર્યાવરણ પર, કોઈ સામાજિક વિષય પર અને કોઈ રાજકારણમાં નિપુણતા મેળવી શકે છે.

આ દરમિયાન રાહુલ ગાંધીનું નિવેદન પણ આવ્‍યું છે. લોકસભામાં તેમના ભાષણના એક ભાગને રેકોર્ડમાંથી હટાવવા પર તેમણે કહ્યું કે સત્‍ય હટાવી શકાય નહીં. તેણે કહ્યું કે હું મારા શબ્‍દો પર અડગ છું. મારે જે કહેવું હતું તે કહ્યું. ગઈ કાલે રાહુલ ગાંધીએ લોકસભામાં ભાષણ આપ્‍યું હતું અને આજે બીજા મોટા વિપક્ષી નેતા અખિલેશ યાદવનો વારો હતો. આજે તેમણે ફરીથી ઈવીએમનો મુદ્દો ઉઠાવ્‍યો અને કહ્યું કે અમે યુપીની તમામ ૮૦ સીટો જીતી લઈએ તો પણ અમે તેના પર વિશ્વાસ નહીં કરીએ.

(5:13 PM IST)