તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
હાથરસમાં સત્સંગ દરમિયાન દુર્ઘટનામાં વધતો મૃત્યુઆંક :નાસભાગમાં અત્યાર સુધીમાં 107ના મોત: મુખ્યમંત્રી યોગીએ બે મંત્રીઓને મોકલ્યા
મૃતકોમાં મોટાભાગની મહિલાઓ : સૌથી વધુ મહિલાઓ ગંભીર : સીએમ યોગીએ મૃતકોના શોક્ગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી : મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની આર્થિક સહાય જાહેરાત

#Hathras pic.twitter.com/DjtjpTeQ1k
— Deepak Shah ( Video Journalist ) (@DeepakS38257865) July 2, 2024
#WATCH | Etah, Uttar Pradesh: Several people have died in a stampede at a religious event in Hathras.
— ANI (@ANI) July 2, 2024
CMO Etah, Umesh Kumar Tripathi says, "27 bodies have arrived at the post-mortem house so far, including 25 women and 2 men. Many injured have also been admitted. Further details… pic.twitter.com/7tgZEQXHEe
યુપીના ભોલે બાબાના સત્સંગ દરમિયાન મોટી દુર્ઘટના થઈ. સત્સંગ દરમિયાન ફાટી નીકળેલી નાસભાગમાં 107 લોકોના મોત થયાના સમાચાર છે. મૃત્યુ પામેલાઓમાં મોટાભાગની મહિલાઓ છે. સોથી વધુ લોકો ગંભીર છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ હાથરસમાં થયેલા અકસ્માતની નોંધ લીધી છે. સીએમ યોગીએ મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને જિલ્લા વહીવટી અધિકારીઓને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા અને તેમને યોગ્ય સારવાર આપવાનો નિર્દેશ પણ આપ્યો છે. આ સાથે જ તેમણે ઘાયલોના જલદી સાજા થવાની કામના પણ કરી હતી.
મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્યને ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. મુખ્યમંત્રીએ ADG આગ્રા ઝોન અને કમિશનર અલીગઢને ઘટનાની તપાસ કરવા સૂચના આપી છે. મુખ્ય સચિવ મનોજ કુમાર સિંહ અને DGP પ્રશાંત કુમાર હાથરસ જવા રવાના થઈ ગયા છે.
કહેવાય છે કે હાથરસના સિકંદરરાવ કોતવાલી વિસ્તારના ફૂલરાઈ ગામમાં ભોલે બાબાનો ઉપદેશનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ દરમિયાન ધાર્યા કરતા વધુ ભીડ ઉમટી પડી હતી. એક અંદાજ મુજબ 1.25 લાખ લોકો પહોંચ્યા હતા.
આ દરમિયાન ભીડને કારણે લોકો પરેશાન થવા લાગ્યા. ભીડ અને ગરમીના કારણે લોકો બેહોશ થવા લાગ્યા ત્યારે નાસભાગ મચી ગઈ હતી. જ્યારે લોકો જમીન પર પડ્યા, ત્યારે અન્ય લોકો તેમને કચડીને બહાર આવવા લાગ્યા. માહિતી મળતા પોલીસ અને પ્રશાસનના અધિકારીઓએ સેંકડો ગંભીર લોકોને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
હાથરસમાં સિકન્દ્રા રાવની સીએચસીમાં સ્થિતિ કાબૂમાં નથી. બધે જ મૃતદેહો દેખાય છે. મૃતદેહોની ગણતરી કરવી પણ મુશ્કેલ બની રહી છે. ઘાયલ લોકો પણ સતત આવી રહ્યા છે. એમ્બ્યુલન્સનો ધસારો છે. નજીકના જિલ્લાના તબીબોને પણ બોલાવવામાં આવ્યા છે. દવા અને ગ્લુકોઝનો સ્ટોક મંગાવવામાં આવ્યો છે
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાથરસ નાસભાગમાં માર્યા ગયેલા લોકો અને તેમના પરિવારો માટે આર્થિક સહાયની જાહેરાત કરી છે. સીએમ યોગીએ માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવાનો નિર્દેશ આપ્યો છે.
ADG આગ્રા અને કમિશનર અલીગઢના નેતૃત્વમાં એક ટીમની રચના કરવામાં આવી છે અને દુર્ઘટનાના કારણની તપાસ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. 24 કલાકમાં તપાસ રિપોર્ટ માંગવામાં આવ્યો છે. ઈવેન્ટ આયોજકો સામે એફઆઈઆર સાથે મોટી કાર્યવાહીની તૈયારી કરાઈ છે
સપા નેતા શિવપાલ યાદવે કહ્યું કે હાથરસમાં સત્સંગ દરમિયાન નાસભાગમાં લોકોના મોતના સમાચાર અત્યંત દુઃખદ અને આઘાતજનક છે. વહીવટીતંત્રે તમામ સંભવિત તબીબી સારવાર પૂરી પાડીને રાહત કાર્ય જલ્દી પૂરું કરવું જોઈએ અને અસરગ્રસ્ત પરિવારોને વળતર આપવું જોઈએ. ભગવાન મૃતકોના પરિવારોને શક્તિ આપે અને ઘાયલોને ઝડપથી સાજા કરે.
(6:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
