તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
કેમેરૂનિયન વ્યક્તિની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ: રૂ. 22 કરોડના કોકેઈનની દાણચોરી કર્યાનો આરોપ
કસ્ટમ્સ વિભાગએ કહ્યું -મુસાફર અને તેના સામાનની તલાશી દરમિયાન 70 કેપ્સ્યુલ્સ મળી આવ્યા જેમાં સફેદ રંગનો પાવડરી પદાર્થ હતો.

કસ્ટમ અધિકારીઓએ 22 કરોડ રૂપિયાના કોકેઈનની દાણચોરીના આરોપમાં અહીંના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી એક કેમરૂનિયન વ્યક્તિની ધરપકડ કરી છે. મંગળવારે જારી એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. આરોપી શુક્રવારે અદીસ અબાબા (ઇથોપિયા)થી દિલ્હી આવ્યો હતો, ત્યારબાદ તેને એરપોર્ટ પર રોકી દેવામાં આવ્યો હતો
. કસ્ટમ્સ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “મુસાફર અને તેના સામાનની તલાશી દરમિયાન 70 કેપ્સ્યુલ્સ મળી આવ્યા હતા જેમાં સફેદ રંગનો પાવડરી પદાર્થ હતો. કેપ્સ્યુલમાંથી 1,472.5 ગ્રામ સફેદ પાવડરી પદાર્થ મળી આવ્યો હતો. એવી શંકા હતી કે આ પદાર્થ કોકેન હતો, નિવેદન અનુસાર, તપાસમાં પુષ્ટિ થઈ છે કે આ પદાર્થ કોકેન છે જેની કિંમત 22.09 કરોડ રૂપિયા છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે અને પેસેન્જરની ધરપકડ કરવામાં આવી છે
(1:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
