તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
ભાષણનો ભાગ હટાવવા પર વિપક્ષી નેતા રાહુલ ગાંધી નારાજ: લોકસભા અધ્યક્ષ ઓમ બીડલાને લખ્યો પત્ર : કરી મોટી માંગ
વડાપ્રધાન રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપશે:રાહુલ ગાંધીએ શાસક પક્ષ તરફ ઈશારો કરતા કહ્યું કે "જેઓ પોતાને હિંદુ કહે છે તેઓ હિંસા વિશે વાત કરે છે." તેમણે ખેડૂતોની માંગણીઓ પૂરી ન કરવા અને NEET અંગે ચાલી રહેલા વિવાદને લઈને કેન્દ્ર પર નિશાન સાધ્યું હતું.

ફોટો rahul
નવી દિલ્હી.:લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સ્પીકર ઓમ બિરલાને તેમના ભાષણમાંથી હટાવવામાં આવેલા અંશો અને ટિપ્પણીઓને લઈને પત્ર લખ્યો છે. જેમાં તેણે ટિપ્પણીઓને પુનઃસ્થાપિત કરવાની વિનંતી કરી છે.
તેણે પોતાના પત્રમાં આગળ લખ્યું, હું એ જોઈને ચોંકી ગયો છું કે કેવી રીતે મારા ભાષણના મોટા ભાગને કાર્યવાહીમાંથી બાકાત રાખવામાં આવ્યો છે... મારી ટિપ્પણીઓને રેકોર્ડમાંથી હટાવવી સંસદીય લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ છે.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપશે. વડાપ્રધાન મોદીએ આજે પ્રથમ વખત એનડીએ સાંસદો સાથે બેઠક યોજી હતી.
એક દિવસ પહેલા, વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભગવાન શિવની તસવીર બતાવીને સત્તાધારી પાર્ટીને આડે હાથ લીધી હતી અને ભાજપે ગાંધીના ભાષણમાં કરેલા ઘણા દાવાઓને પડકાર્યા હતા અને સ્પીકર ઓમ બિરલા પાસેથી કાર્યવાહીની માંગ કરી હતી .
(1:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
