તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
દેશની સેવા પ્રથમ જવાબદારી : સંસદમાં રાહુલ ગાંધી જેવુ વર્તન ન કરવાની અપીલ
એનડીએ બેઠકમાં પીએમ મોદીએ સાંસદોને આપી સલાહ : લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા પૂરી થયા બાદ જવાબ આપશે

નવી દિલ્હી તા. ૨ : આજનો દિવસ સંસદમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. પીએમ મોદી આજે રાષ્ટ્રપતિના અભિભાષણ અંગે આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપશે. સંસદમાં આજે સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે જંગ જામશે. પીએમ મોદી આજે તેમના જવાબી ભાષણ દરમિયાન ગૃહમાં રાહુલ ગાંધીના આરોપોનો જવાબ આપશે.
પીએમ મોદી આવતીકાલે એટલે કે ૩ જૂને લોકસભામાં સાંજે ૪ વાગ્યે અને રાજયસભામાં આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપશે. આ માહિતી સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ આપી છે. કિરેન રિજિજુએ એનડીએ બેઠક અંગેની જાણકારી આપતા કહ્યું કે એનડીએ સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન મોદીએ સાંસદોને યોગ્ય આચરણ અંગે પાઠ ભણાવ્યો છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે એનડીએ સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીનું ફૂલોના હારથી સ્વાગત કરવામાં આવ્યું. દેશના વિકાસ માટે સમગ્ર NDA મોદીજીના નેતૃત્વમાં એક થઈને આગળ વધશે. તેમણે NDA સંસદીય દળની બેઠકમાં શું થયું તેની માહિતી પણ આપી. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિના સંબોધન પર ચર્ચા થઈ. પીએમ મોદીએ તમામ સાંસદો સાથે વાત કરી અને તેમને મંત્ર આપ્યો અને માર્ગદર્શન આપ્યું. પીએમ મોદીએ કહ્યું કે દરેક સાંસદ દેશની સેવા કરવા માટે ગૃહમાં આવ્યા અને આ અમારી પહેલી જવાબદારી છે.
પીએમ મોદીએ કહ્યું કે દરેક સાંસદે પોતાના વિસ્તારનો વિષય ગૃહમાં રજૂ કરવો જોઈએ. તેમણે સાંસદોને યોગ્ય વર્તન જાળવવા વિનંતી કરી હતી. એનડીએ સંસદીય દળની બેઠકમાં સાંસદોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે તેઓએ લોકોની સેવા કરવા પર ધ્યાન આપવું જોઈએ. સંસદમાં બને તેટલા તમારા વિસ્તાર સાથે જોડાયેલા મુદ્દા ઉઠાવો. સંસદમાં પણ યોગ્ય વર્તન જાળવવું.
પીએમ મોદીએ સંકેત આપ્યા હતા કે તેઓ રાહુલ ગાંધીના આરોપોનો એક પછી એક જવાબ આપશે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા, જેના જવાબમાં સરકારે પણ વળતો પ્રહાર કર્યો હતો. માનવામાં આવે છે કે આજે લોકસભા અને રાજયસભામાં ભારે હોબાળો થશે. જયારે વિપક્ષ NEET પેપર લીક અને અગ્નિવીર સંબંધિત મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે, ત્યારે પીએમ મોદી આજે વિપક્ષ પર હુમલો કરવાની એક પણ તક છોડશે નહીં. આજે સાંજે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા પૂરી થયા બાદ પીએમ મોદી જવાબ આપશે
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
