તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
જયાં ભારતીય ટીમ ‘ફસાઇ' છે ત્યાં ‘બેરીલ' વાવાઝોડાનું વિકરાળ સ્વરૂપ : ૨૫૭ કિમીની ઝડપે ફુંકાય રહ્યો છે પવન
ભારે વરસાદ : દરીયો ગાંડોતુર : વિજળી - પાણી સપ્લાય ઠપ્પઃ માર્ગો ડુબ્યાઃ કરર્ફયુની સ્થિતિ : આજે સાંજે ટીમ રવાના થાય તેવી વકી

નવી દિલ્હી, તા.૨: બાર્બાડોસમાં વ્૨૦ વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચનારી ભારતીય ક્રિકેટ ટીમ ત્યાં જ અટકી ગઈ છે. તેનું કારણ ચક્રવાતી તોફાન બેરીલ છે. આ કેટેગરી ૫ વાવાઝોડાએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. વાવાઝોડાના આગમન બાદથી જ ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. તેને જોતા તમામ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. કફર્યુ જેવી સ્થિતિ પ્રવર્તે છે.
સ્થાનિક પ્રશાસને ૨૫૭ કિલોમીટરની ઝડપે આ તોફાનને લઈને ચેતવણી જાહેર કરી છે. પ્રશાસને લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે. વીજળી અને પાણી પુરવઠો ઠપ થઈ ગયો છે. અનેક ઘરોના છાપરા ઉડી ગયા છે. વળક્ષો તૂટી ગયા છે, રસ્તાઓ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા પણ પોતાની હોટલમાં ફસાઈ ગઈ છે.
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને કોચ રોબિન સિંહ હાલ બાર્બાડોસમાં છે. બેરીલ તોફાનને કારણે તે હોટલમાં પણ ફસાયેલો છે. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને બાર્બાડોસમાં તેની હોટલના કેટલાક વીડિયો પણ શેર કર્યા છે.
બુધવારે વિશેષ ચાર્ટર ફ્લાઈટ દ્વારા ભારત પહોંચશે.
તેમણે કહ્યું છે કે પવન વધુ મજબૂત અને ભયાનક બન્યો છે. અમને અમારા રૂમમાં જવાનું કહેવામાં આવ્યું છે. ટીમ ઈન્ડિયાએ નાસ્તો કર્યો છે.
બાર્બાડોસમાં ચક્રવાતી તોફાનમાં ફસાયેલી ટીમ ઈન્ડિયા માટે ગ્ઘ્ઘ્ત્એ ખાસ ચાર્ટર્ડ પ્લેનની વ્યવસ્થા કરી છે. આ પ્લેન ત્યાંથી મંગળવારે સ્થાનિક સમય પ્રમાણે સાંજે ૬ વાગ્યે ટેકઓફ થશે અને સાંજે ૭.૪૫ વાગ્યે દિલ્હીમાં લેન્ડ થશે.
આ ચક્રવાતી તોફાન અંગે બાર્બાડોસના વડાપ્રધાન મિયા મોટલીનું કહેવું છે કે તેમને આશા છે કે આગામી છથી ૧૨ કલાકમાં એરપોર્ટ ખોલી દેવામાં આવશે.
તેમણે કહ્યું કે અમને આશા છે કે વસ્તુઓ જલ્દી સામાન્ય થઈ જશે. હું વધારે નહીં કહીશ પરંતુ અમે એરપોર્ટ પ્રશાસનના સંપર્કમાં છીએ. અમે શકય તેટલી વહેલી તકે એરપોર્ટ પરથી ફ્લાઇટ ઓપરેશનને સામાન્ય કરવા માંગીએ છીએ.
તેમણે કહ્યું કે ત્યાં મોટી સંખ્યામાં લોકો છે જેઓ ગઈકાલે રાત્રે નીકળી જવાના હતા. તેમાંથી કેટલાકને આજે કે કાલે સવારે જવાનું હતું. અમે આવા લોકોને મદદ કરવા માંગીએ છીએ. તેથી, અમને આશા છે કે આગામી છથી ૧૨ કલાકમાં એરપોર્ટ ખોલવામાં આવશે.
તમને જણાવી દઈએ કે હરિકેન બેરીલને કેરેબિયનમાં બીજા સૌથી ગંભીર તોફાન તરીકે વર્ગીકળત કરવામાં આવ્યું છે. બાર્બાડોસ ઉપરાંત અન્ય કેરેબિયન ટાપુઓ ગ્રેનાડા, સેન્ટ લુસિયા, સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનાડીન ટાપુઓમાં પણ વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે.
બાર્બાડોસ કયાં છે?
બાર્બાડોસ કેરેબિયન દેશ છે. તેની ઉત્તરે સેન્ટ લુસિયા છે, પશ્ચિમમાં સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઈન્સ છે. બાર્બાડોસ એક નાનો ટાપુ છે. ૨૦૨૨ના રિપોર્ટ અનુસાર બાર્બાડોસની વસ્તી અંદાજે ત્રણ લાખ છે.
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
