તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
મધ્યપ્રદેશની યુવતી વિશ્વની સૌથી યુવા CA બની ૧૯ વર્ષની ઉંમરે
નંદિનીએ ૧૦મું ધોરણ ૧૩ વર્ષની ઉંમરે અને ૧૨મું ધોરણ ૧૫ વર્ષની ઉંમરે પાસ કર્યું હતું

ભોપાલ,તા. ૨ મધ્યપ્રદેશની નંદિની અગ્રવાલ ભારતની જ નહીં, વિશ્વની સૌથી યુવા ફીમેલ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ (CA) બની છે. તેની ઉંમર છે માત્ર ૧૯ વર્ષ. આ પ્રતિભાશાળી છોકરીએ નાની ઉંમરમાં બહુ મોટી સિદ્ધિ મેળવી લીધી છે. નંદિનીએ ૧૦મું ધોરણ ૧૩ વર્ષની ઉંમરે અને ૧૨મું ધોરણ ૧૫ વર્ષની ઉંમરે પાસ કર્યું હતું. ૧૯ વર્ષની ઉંમરે તેણે CA ટોપ કરીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ નોંધાવ્યું હતું. નંદિની મધ્ય પ્રદેશના મોરેના નામના નાનકડા શહેરમાંથી આવે છે જેણે નવેમ્બર ૨૦૨૧માં ૧૯ વર્ષ, ૮ મહિના અને ૧૮ દિવસની ઉંમરે દેશના ૮૩,૦૦૦ ઉમેદવારોને પાછળ છોડીને CA ની પરીક્ષામાં પ્રથમ રેન્ક મેળવ્યો હતો.
નંદિની ૧૧માં ધોરણમાં ભણતી હતી ત્યારે એક ગિનેસ વર્લ્ડ રેકોર્ડ વિજેતા તેની સ્કૂલમાં આવ્યો હતો અને ત્યારથી જ તેણે CA એક્ઝામ આપીને રેકોર્ડ બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું. બારમા ધોરણ બાદ તેને એપ્રેન્ટિસશિપ મેળવવા માટે બહુ મહેનત કરવી પડી, કેમ કે કોઈ કંપની તેને ૧૬ વર્ષની ઉંમરે હાયર કરવા માગતી નહોતી. તેના પિતા ટેક્સ પ્રેક્ટિશનર અને માતા ગૃહિણી છે. રસપ્રદ વાત એ છે કે નંદિની અને તેના ૨૧ વર્ષના ભાઈએ ૨૦૧૭માં સાથે જ ૧૨મું ધોરણ પાસ કર્યું હતું, કેમ કે નંદિનીએ શાળામાં બે ધોરણ આગળ અભ્યાસ કર્યો હતો.
(9:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
