તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
રાજસ્થાનઃ સેકન્ડ હેન્ડ બોલેરો ખરીદીને ઘરે આવતા થયો ભયંકર અકસ્માતઃ ૯ લોકોના મોત
મૃતકોમાં છ મહિલા, બે બાળકો અને એક પુરુષ સામેલઃ તમામ મૃતક શ્યોપુરના રહેવાસી

કરૌલી,તા. ૨: રાજસ્થાનના કરૌલીમાં સોમવારે સાંજે કરૌલી-મંડારાયલ માર્ગ ડૂંડા વણાંક નજીક ટ્રક અને કારની વચ્ચે ભયંકર અકસ્માત થતાં ૯ લોકોના મોત થઈ ગયા.મૃતકોમાં છ મહિલા, બે બાળકો અને એક પુરુષ સામેલ છે. મૃતકોની લાશ કરૌલી હોસ્પિટલની મોર્ચરીમાં રાખવામાં આવ્યા છે. એડીએમ રાજવીર ચૌધરી હોસ્પિટલમાં પહોંચ્યા અને ઘાયલોની હાલચાલ જાણી. કલેક્ટર નીલાભ સક્સેના, એસપી બૃજેશ જયોતિ ઉપાધ્યાય પણ દુર્ઘટના સ્થળ પર પહોંચ્યા. રાહત અને બચાવ કાર્યોની જાણકારી લીધી. ઘટનાસ્થળ પર અધિકારીઓને જરુરી દિશા નિર્દેશ આપ્યા.
તમામ મૃતક શ્યોપુરના રહેવાસી છે. મૃતક કૈલા દેવીથી બોલેરોનું પૂજન કરાવીને ઘરે આવી રહ્યા હતા. પાછા ફરતી વખતે ટ્રકની ટક્કરથી દુર્ઘટના થઈ અને નવ લોકોનો જીવ જતો રહ્યો. હાલમાં થોડા દિવસ પહેલા જ સેકન્ડ હેન્ડ બોલેરો ખરીદી હતી.
એસપી બ્રજેશ જયોતિ ઉપાધ્યાયે જણાવ્યું કે, ટ્રક અને બોલેરોની વચ્ચે અકસ્માત થયો છે. શરુઆતી સ્તર પર મળેલી જાણકારી અનુસાર, મૃતક શ્યોરપુરના રહેવાસી છે. મૃતકો પાસેથી શ્યોપુરના ડ્રાઈવિંગ લાયસન્સ મળ્યા છે. ૯ લોકોના મોત થયા છે અને ચાર ગંભીર રીતે ઘાયલ છે. મૃતકોના પરિવારને સૂચિત કરી દેવામાં આવ્યા છે.
આ બાજુ જિલ્લા પ્રભારી મંત્રી જવાહર સિંહ બેઢમે દુર્ઘટનાને લઈને કલેક્ટર નીલાભ સક્સેના સાથે ફોન પર વાત કરીને ઘટનાક્રમની જાણકારી લીધી. અધિકારીઓને સંવેદનશીલતા સાથે ઘાયલોની સારવાર કરવાના નિર્દેશ આપ્યા છે. તથા જરુરી પગલા ઉઠાવવાના નિર્દેશ પણ આપ્યા છે.
(9:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
