તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th June 2024
વિશ્વ બેન્ક દ્વારા ભારતને 150 કરોડ ડોલરની લોન માટે મંજૂરી: ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં કરવામાં આવશે ઉપયોગ
કેન્દ્રએ વર્ષ 2030 સુધી 500 ગીગાવોટ સ્થાપિત નવીકરણીય ઊર્જા ક્ષમતા હાંસલ કરવા તથા વર્ષ 2070 સુધી નેટ જીરો સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક નક્કી કર્યો

નવી દિલ્હી :વિશ્વ બેન્કએ ભારતને ઓછા કાર્બનવાળી એનર્જીના વિકાસમાં ઝડપ લાવવા માટે મદદરૂપે 1.5 બિલિયન ડોલર એટલે કે 150 કરોડ ડોલરની લોનને મંજૂરી આપી છે. શુક્રવારે એક નિવેદનમાં માહિતી આપવામાં આવી છે કે આ ફંડનો ઉપયોગ ગ્રીન હાઈડ્રોજન, ઈલેક્ટ્રોલાઈઝરના માર્કેટને ઉત્તેજન આપવા તથા રિન્યૂએબલ એનર્જીની પહોંચ વધારવા માટે કરવામાં આવશે.
તે ભારતની ગ્રીન એનર્જીને વધારવા માટે વર્લ્ડ બેન્ક પાસેથી ફંન્ડિંગનો બીજો તબક્કો છે. જૂન 2023માં વિશ્વ બેન્કે ભારતના લો-કાર્બન એનર્જીના વિકાસમાં તેજી લાવવા માટે 1.5 બિલિયન ડોલરની પહેલી લો-કાર્બન એનર્જી પ્રોગ્રમેટિક ડેવલપમેન્ટ પોલિસી ઓપરેશનને મંજૂરી આપી છે.
બહુપક્ષીય ફાયનાન્શિયલ એજન્સીનું કહેવું છે કે તાજેતરના ફંડિંગથી ભારતને ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન અને વપરાશના વિસ્તારમાં મદદ મળશે. આ સાથે જ ઓછા કાર્બન રોકાણ માટે ફંડ જોડવાને લઈ ઉત્તેજન આપવા માટે ક્લાઈમેટ ફાયનાન્સના તેજીથી વિકાસમાં મદદ મળશે.
વિશ્વ બેન્કે પોતાના નિવેદનમાં કહ્યું છે કે અન્ય લો-કાર્બન એનર્જી પ્રોગ્રામેટીક ડેવલપમેન્ટ પોલિસી ઓપરેશન-આકારમાં બે ઓપરેશનોની સિરીઝમાં બીજા-ગ્રીન હાઈડ્રોજન તથા ઈલેક્ટ્રોલાઈઝરના પ્રોડક્શનને વધારવા માટે સુધારાને મદદ મળશે. આ ગ્રીન હાઈડ્રોજન પ્રોડક્શન માટે જરૂરી અને મહત્વની ટેકનિક છે.
આ ભંડોળ એવા સમયમાં મંજૂરી મળી છે કે જ્યારે ભારત પોતાના મહત્વકાંક્ષી ઊર્જા પરિવર્તન લક્ષ્યાંકને પૂરા કરવા ઈચ્છે છે. કેન્દ્રએ વર્ષ 2030 સુધી 500 ગીગાવોટ સ્થાપિત નવીકરણીય ઊર્જા ક્ષમતા હાંસલ કરવા તથા વર્ષ 2070 સુધી નેટ જીરો સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવેલ છે.
આ ઉપરાંત કેન્દ્રએ ઈલેક્ટ્રોલાઈઝર અને ગ્રીન હાઈડ્રોજનની મેન્યુફે્ચરિંગને વધારવા માટે રૂપિયા 17,000 કરોડના રાષ્ટ્રીય હરિત હાઈડ્રોજન મિશન પણ શરૂ કરેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જૂન,2023માં વિશ્વ બેન્કે 1.5 બિલિયન ડોલરના પહેલા લો-કાર્બન એનર્જી પ્રોગ્રામેટિક ડેવલપમેન્ટ પોલિસી ઓપરેશનને મંજૂરી આપી હતી. આ ફંડથી ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટ્સમાં રિન્યૂએબલ એનર્જી માટે ટ્રાન્સમિશન ફીની છૂટનું સમર્થન મળ્યું
(10:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
