News of Thursday, 20th June 2024
NEET કાઉન્સેલિંગ પર પ્રતિબંધ લગાવવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
હાઇકોર્ટનો તમામ સુનાવણી પર રોક : જો પેપર રદ થશે તો કાઉન્સેલિંગ પણ રદ થશે : વધુ સુનાવણી ૮ જુલાઇએ

નવી દિલ્હી, તા.૨૦: નીટ યુજી ૨૦૨૪ પરીક્ષા રદ કરવાના મામલે સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વની સુનાવણી થઈ. જસ્ટિસ વિક્રમ નાથ અને એસ વી એન ભાટીની બેન્ચે ચાર અરજીઓ ટ્રાન્સફર કરનારી એનટીએની અરજી પર સુનાવણી કરી. કોર્ટે કાઉન્સેલિંગ પર રોક લગાવવાથી ઈનકાર કરી દીધો છે. એનટીએએ કહ્યું નોટિસ જારી કરો અને ૮ જુલાઈ સુધી જવાબ આપો અને પેન્ડિંગ પિટિશનની સાથે ટેગ કરો.
અરજીકર્તાના વકીલે કોર્ટને નીટ યુજી કાઉન્સેલિંગ પર રોક લગાવવાની માગ કરી હતી પરંતુ બેન્ચે તેનાથી ઈનકાર કરી દીધો. બેન્ચે કહ્યું કે અમે આવું કરી રહ્યાં નથી. જો પરીક્ષા જારી રહી તો કાઉન્સેલિંગ પર ચાલુ રહેશે. ચિંતા ન કરો.
વકીલે કહ્યું કે આ વિદ્યાર્થી મેઘાલય કેન્દ્રમાં હાજર થયા, તેમણે ૪૫ મિનિટ ગુમાવી છે, તેમને ૧૫૬૩ વિદ્યાર્થીઓનો ભાગ હોવું જોઈએ જેથી તેમને પણ રી-નીટ એગ્ઝામ આપવાની તક મળે. આની પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે યુનિયન અને NTA ને જવાબ આપવા દે. ૮ જુલાઈ સુધી જવાબ દાખલ કરવામાં આવે.
વકીલે સુનાવણી દરમિયાન કહ્યું કે અમે હાઈકોર્ટથી સ્ટેની માગ કરી રહ્યાં છીએ. તેની પર બેન્ચે કહ્યું કે આ રીતે સ્ટેની કોઈ જરૂર નથી. અમે પહેલા જ નોટિસ જારી કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે નીટ યુજી મામલે હાઈકોર્ટમાં ચાલી રહેલા તમામ મામલા પર રોક લગાવી દીધી છે અને નોટિસ જારી કરી છે. આગામી સુનાવણી ૮ જુલાઈએ થશે.
અરજીકર્તાઓએ કહ્યું કે ૩૧થી લઈને ૩૯ સુધી અરજીઓ છે. કોર્ટે બોગસ રેકોર્ડ્સ કોર્ટ સમક્ષ મૂકવાની વાત પણ કરી. હાઈકોર્ટમાં દાખલ અરજીઓના ટ્રાન્સફ મામલે નોટિસ મોકલી છે. કોર્ટે બાકી અન્ય અરજીઓ પર પણ નોટિસ જારી કરી. તમામે ૮ જુલાઈ માટે સૂચિબદ્ધ કરવાનો આદેશ આપ્યો છે. બેન્ચે હાઈકોર્ટમાં દાખલ નીટ સંબંધિત તમામ અરજીઓની સુનાવણી પર રોક લગાવી.
આ પહેલા સુપ્રીમ કોર્ટે NEET-UG ૨૦૨૪ પરીક્ષા આયોજિત કરવામાં કોઈ પણ બેદરકારી વિરુદ્ધ આકરી કાર્યવાહીની જરૂરિયાત પર જોર આપ્યું. જસ્ટિસ વિક્રમ નાથ અને એસવીએન ભટ્ટીની વેકેશન બેન્ચે ટિપ્પણી કરી, જો કોઈ તરફથી ૦.૦૦૧ ટકા પણ બેદરકારી થઈ છે તો તેનાથી સંપૂર્ણપણે ઉકેલ મેળવવો જોઈએ. આ તમામ મામલાને પ્રતિકૂળ કેસબાજી તરીકે માનવો જોઈએ નહીં.
શિક્ષણ મંત્રાલયે પટનામાં આયોજિત NEET-UG ૨૦૨૪ પરીક્ષામાં કથિત અનિયમિતતાઓ સંબંધિત બિહાર પોલીસના આર્થિક ગુનાઓના એકમ પાસે વિસ્તળત રિપોર્ટ માગ્યો છે. મંત્રાલયે બુધવારે કહ્યું કે ગ્રેસ માર્ક્સની ફાળવણી વિશે ચિંતાઓને સંપૂર્ણ રીતે દૂર કરી દેવાઈ છે.
વિદ્યાર્થીઓએ કથિત પેપર લીક, ગ્રેસ માર્ક્સ આપવા અને પરીક્ષા પ્રશ્નોમાં વિસંગતતાઓ સંબંધિત મુદ્દા ઉઠાવ્યાં છે. નવી અરજીઓ પ્રાપ્ત થવા પર સુપ્રીમ કોર્ટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (ફવ્ખ્)ને નોટિસ જારી કરી અને બે અઠવાડિયાની અંદર જવાબ માગ્યો. આ અરજીઓ પર વર્તમાન અરજીઓની સાથે ૮ જુલાઈએ સુનાવણી થશે.(
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
